કાર્યવાહી:કન્ટ્રક્શન સાઇટો પરથી સળીયા ચોરતી ગેંગ ઉચ્છલથી ઝડપાઇ

સોનગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ

તાપી એલસીબીની ટીમને ઉચ્છલ વિસ્તારમાં વિવિધ સાઈટો ઉપરથી લોખંડ ના સળિયા ચોરી કરી વેચી મારતી એક ચોર ટોળકી એ આતંક મચાવ્યો હતો .જે ટોળકી ને તાપી જિલ્લા ના ઉચ્છલ તાલુકા વિસ્તારમાંથી કન્સ્ટ્રક્શન સાઇટો ઉપરથી લોખંડના સળીયાની ચોરી કરતી ગેંગ રૂ.8.60 લાખના મુદ્દામાલ સાથે ચારને એલસીબીએ ઝડપી પાડ્યા છે.

ઉચ્છલ વિસ્તારમાં પેઢી પડેલી ચોર ટોળકીને તાપી એલસીબીએ ઝડપી પાડી સફળતા મેળવી હતી.તાપી એલસીબી પીઆઈ આર.એમ. વસૈયા ના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્કોર્ડ ના ASI અજયભાઈ દાદાભાઇ તથા પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલીંગમાાં નીકળ્યા હતા.

તે દરમ્યાન હે.કો.જયેશભાઈ લીલકીયાભાઈ તથા અ.પો.કો.અરૂણભાઈ ફુલસીંગભાઈ સંયુકત બાતમી મળી કે મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. GJ 26 T 8907 માં ચોરીના લોખંડના સળીયા ભરી કોઇકને વેચાણ કરવાના ઇરાદે ઉચ્છલ સુમુલ ડેરી ચીલીંગ સેન્ટર તરફથી નીકળી સાકરદા ફાટક થઇ બે ઇશમો સુરત ધુલીયા હાઇવે તરફ જનાર છે.

જે સળીયા ભરેલ મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીની આગળ પાછળ એક ઇસમ કે જેણે પોતાના શરીરે સ્કાય બ્લ્યુ ક્લરનો ફુલ બાંયનો શર્ટ તથા કાળા ક્લરની જીન્સ પેન્ટ પહેરેલ છે. તે પોતાની કેસરી સીલ્વર કલરની KTM મો.સા.નં.GJ 26 AD 2909 પર તથા એક ઇસમ કે જેણે પોતાના શરીરે કાળા કલરની હાંફ બાંયની ટી શર્ટ અને કમરે કાળા કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે.

તે કાળા કલરની હિરો પ્લેઝર મોપેડ નં.GJ 26 E 9760 પર પાયલોટીંગમાં છે. ઉચ્છલ , સાકરદા રેલ્વે ફાટક પાસે અલગ અલગ ટીમો બનાવી બાતમી હકિક્તવાળા ઉપરોક્ત તમામ વાહનોની એલસીબીની ટીમ વોચમાં હતી.

તે દરમ્યાન ઉચ્છલ ત્રણ રસ્તા તરફથી ઉપરોક્ત બાતમી હકિકતવાળી KTM મો.સા. હંકારી આવતો હોય અને તેની પાછળ સળીયાની ભારીઓ ભરેલ એક મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી ચાલતી આવતી હોય તે મો.સા. અને સળીયા ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી રોડ પરના બમ્પરના કારણે ધીમે પડતા તે મો.સા. અને બોલેરો પીકઅપ ગાડીને તથા બોલેરો પીકઅપ ગાડીની પાછળ ચાલતી હિરો પ્લેઝર મોપેડને આયોજન પુર્વક કોર્ડન કરી આરોપીઓ પકડી લીધા હતા.

ઝડપી પડાયેલા આરોપીઓ
(1) સુનીલભાઈ ઉર્ફે ટાલો ઠાકોરભાઈ ગામીત, ઉં.વ.30, રહે. ઘોડા ગામ, પીપળા ફળિયું , તા સોનગઢ , જિ.તાપી (2) રાજુ નરસિંહ ગામીત ઉ.વ 30, રહે. ઉકાઈ વોર્કશોપ , તા સોનગઢ , જિ.તાપી (3) અનવેલકુમાર સમુએલભાઈ ગામીત, ઉ.વ .23 , રહે.ભીંતખુર્દ , મૌલી ફળિયું , તા.ઉચ્છલ , જિ.તાપી, ( 4 ) વિલેશભાઈ મગનભાઈ ગામીત, ઉ.વ.23, રહે.સીંગલખાંચ, મંદિર ફળિયું , તા.સોનગઢ , જિ.તાપી નાઓને પકડી પાડ્યા હતા.

તાપી એલસીબીએ કબ્જે કરેલ મુદ્દામાલ
તાપી એલસીબી એ સળિયા ચોરો પાસે 8 એમ.એમ. , 10 એમ.એમ. , 12 એમ.એમ. તથા 16 એમ.એમ.ની આશરે ત્રીસેક જેટલી ભારીઓના આશરે 2200 કિ.ગ્રા. આશરે રૂ! 1,32,000ની મત્તાના લોખંડના સળીયા તથા સળીયા ચોરીમાં વપરાયેલ વાહનો મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી કિં. રૂ! 5 લાખ, KTM મો.સા. કિં. રૂ! 1,50,000, હિરો પ્લેઝર મોપેડ કિં. રૂ! 15,000 તેમજ મોબાઇલ ફોન નંગ- કિં. રૂ! 9000 અને બોલેરો પીકપ ગાડી આર.સી. બુકની નકલ મળી કુલ્લે રૂ! 8,06,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુમાં તપાસ ઉચ્છલ પોલીસને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...