અકસ્માત:સાદડુન પાસે બાઈક સ્લીપ થતાં દંપતી નીચે પટકાયું,પત્નીનું મોત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામેથી આવતા વાહનની લાઇટથી ડ્રાઇવરની આંખ અંજાતા અકસ્માત

મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની એવાં એક શ્રમજીવી દંપતી બાઈક લઈ સોનગઢના સાદડુન ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત દંપતી પૈકીના મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પતિનો બચાવ થયો હતો.

મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતાં જેગરિયાભાઈ જેઠીયાભાઈ માવળીની પત્ની સુકરીબહેન કાંડાના ભાગે મોચ આવી જવા જેગરિયા ભાઈ તેમના જમાઈ ની બાઈક નંબર GJ-26-R-3996 પર પત્ની સુકરી બહેનને બેસાડી ઝરણપાડા ખાતે વૈદ્ય પાસે પાટો બંધાવવા માટે ગયા હતાં.

ત્યાંથી પરત આવતી વખતે મોડી રાત્રી ના સમયે સાડદુન ગામની સીમમાં થઈ પસાર થતાં હતાં ત્યારે સામેથી એક અજાણ્યા વાહનના ચાલકે ફૂલ લાઈટ સાથે વાહન હંકારતા તેમની આંખ અંજાઈ ગઈ હતી અને બાઈક પૂરઝડપે હંકારી રોડ પર ના બમ્પ પર ચઢાવી દેતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને તેઓ રોડ પર ફેંકાઈ ગયા હતાં.

આ બનાવમાં બાઈકની પાછળ બેસેલા સુકરી બહેનને કપાળમાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી જ્યારે ચાલક નો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો.સુકરી બહેન ને સારવાર અર્થે પીપલનેર અને બાદ માં ધુલિયા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...