અકસ્માત:પિતા સાથે પગપાળા જતા 4 વર્ષના બાળકને વાન અડફેટમાં લેતા મોત

સોનગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢ તાલુકાના ટોકરવા ગામે બનેલી ઘટના

સોનગઢ તાલુકાના ટોકરવા ગામ નજીક એક ઇકો કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી રોડની કિનારી પર પરિવારજનો સાથે પગપાળા ચાલી રહેલ ચાર વર્ષીય બાળકને અડફેટે લઈ લીધું હતું. આ બાળક નું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે મળેલ વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના આગાવાડ ગામના વતની જાનુંભાઈ કળમી પરિવાર સાથે સોનગઢ તાલુકાના ટોકરવા ગામે પાઇપ લાઈન માટે ખાડા ખોદવા ની મજૂરી કામે આવેલ છે.ગત રોજે સવારે 8.30 કલાકના અરસામાં જાનું ભાઈ અને તેમનો ચાર વર્ષીય દીકરો યુવરાજ અને અન્ય મજૂરો નજીક જામણકુવા ગામ તરફ મજૂરી કામ માટે પગપાળા જવા નીકળ્યાં હતાં.

આ સમયે એક મારુતિ ઇકો જેનો નંબર GJ-26-N-0273 છે તેના ચાલકે પોતાની વાન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પગ પાળા જઈ રહેલાં યુવરાજને ટક્કર મારી હતી. આ બનાવમાં યુવરાજના પેટ પરથી કારના વ્હીલ ફરી જતાં તેને ગંભીર ઇજા થઇ હતી.

આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત યુવરાજને તાકીદે સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને લઈ ગયા હતાં જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અજાણ્યા કાર ચાલકે સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...