કાર્યવાહી:સોનગઢના 28 વર્ષીય યુવકનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત

સોનગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક સંકડામણ કે પ્રેમ પ્રકરણને લઇ પગલું ભર્યાની આશંકા

સોનગઢના પ્રતિમા નગરમાં રહેતાં એક મરાઠી યુવકે અગમ્ય કારણોસર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવી દીધું હોવાનો બનાવ નોંધાયો છે. હાલ સોનગઢના પ્રતિમા નગરમાં પોતાના બનેવી સાથે રહેતાં મૂળ બુરહાનપુર એમપીના સંતોષ ભાલેરાવ (28)સોનગઢ ના નવાગામ ખાતે ભારતીય સ્ટેટ બેંક ના ગ્રાહક સેવા કેન્દ્ર નું સંચાલન કરતા હતાં.રવિવારે સવારે તેઓ ઘરે થી કોઈ ને કશું કહ્યા વિના નીકળી ગયા હતા અને ઘર ના સભ્યો એ તેમની શોધખોળ શરૂ કરતા તેઓ મળી આવ્યા ન હતા.

બાદ માં સોનગઢ રેલવે સ્ટેશન નજીક એક યુવકે ધસમસતી ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાના સમાચાર આવતાં જ પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. આ યુવકનો મૃતદેહ ટ્રેન સાથે અથડાયા બાદ ક્ષત વિક્ષત થઈ ગયો હતો પરંતુ તેના હાથ ના ભાગે છત્રપતિ શિવાજી મહારાજના ટેટુના કારણે ઓળખ થતાં એ સવારે ગુમ થનાર સંતોષ ભાલેરાવ જ હોવાની ઓળખ થઈ હતી.આ અંગે રેલવે પોલીસે કાર્યવાહી કરી ડેડબોડી પરિવાર ના લોકો ને સોંપતા તેઓ વતન બુરહાનપુર જવા નીકળી ગયા હતા.

સંતોષ ભાઈની આત્મહત્યાના કારણો બાબતે ગામ માં થતી ચર્ચા પ્રમાણે તેણે પોતાના મિત્ર વર્તુળ અને અન્ય લોકો પાસેથી મોટી રકમ ઉછીની મેળવી હતી અને હાલ માં તે આર્થિક સંકડામણ ભોગવતો હતો.એ સાથે જ તેને ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને આ બનાવ બાદ એ યુવતી પણ ગુમ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.આમ આર્થિક સંકડામણ અને પ્રેમ પ્રકરણને કારણે યુવકે આત્મહત્યા કરી હોવાની બાબતે લોકોમાં ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...