અકસ્માત:પાંખરી નજીક હાઇવે પર ટ્રકે મોપેડને અડફેટે લેતાં 16 વર્ષીય તરૂણીનું મોત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સાથે દરગાહ પર ગયા બાદ પરત ફરતી વેળા અકસ્માત નડ્યો

સોનગઢ નજીક હાઇવે પર પાંખરી પાસે ટ્રકે આગળ ચાલતી મોપેડને ટક્કર મારતા 16 વર્ષીય વિદ્યાર્થીની નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સોનગઢના અમન પાર્કમાં રહેતાં હસન ભાઈ આરબ પોતાની પત્ની તમન્ના આરબ અને 16 વર્ષીય દીકરી તાનીયા આરબ સાથે રહેતાં હતાં.તાનીયા હાલ સાર્વજનિક હાઇસ્કૂલ સોનગઢ માં ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી.

તેઓ બુધવારે સાંજે સોનગઢ ઉચ્છલ રોડ પર આવેલી એક દરગાહે ના દર્શન કરવા માટે જવા નીકળ્યા હતાં.આ સમયે પરિવાર જનો રિક્ષા માં બેઠા હતાં જ્યારે તાનીયા એ પોતાનું મોપેડ નંબર GJ-26-AD-2645 લઈ મીરકોટ જવા નીકળ્યા હતા અને બાદ માં દરગાહ પર દર્શન કરી બધા પાછા સોનગઢ તરફ આવવા માટે નીકળ્યા હતાં.બુધવારે રાત્રી ના 8.30 કલાક ના અરસામાં તાનીયા હાઇવે પર પાંખરી ગામ ની સીમ માં ટ્રક નંબર AP-31-TQ-1296ના ચાલકે ટ્રક પૂરઝડપે હંકારી આગળ ચાલતી મોપેડ ને અડફેટ માં લઇ લેતાં તાનીયા રસ્તા પર પટકાઈ હતી અને માથાં માં સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે ઉચ્છલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...