ભૂમિપૂજન:સાતકાશી ગામમાં 42 કરોડના પંપ હાઉસનું ભૂમિપૂજન કરાયું

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના હેઠળ કામગીરી શરૂ થશે
  • ​​​​​​​આદિવાસી વિસ્તારમાં સિંચાઇનું પાણી પહોંચાડવાનો માર્ગ મોકળો

સોનગઢ તાલુકાના સાત કાશી ગામે તાપી કરજણ લિંક પાઇપ લાઇન યોજના અંતર્ગત પંપ હાઉસ નંબર 3 નું ભૂમિ પૂજન કરાયું હતુ આ યોજના સાકાર થવા થી માંગરોળ ઉમરપાડા અને દેડીયાપાડા તાલુકાના આદિજાતિ વિસ્તાર ના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે

રાજ્ય સરકાર દ્વારા તાપી કરજણ લિંક પાઇપ લાઇન સિંચાઈ યોજના અંતર્ગત 750 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ઉકાઈ ડેમ નજીક સોનગઢના સાત કાશી ગામે 500 મીટર ની ઊંચાઈ એ રૂપિયા 42 કરોડના ખર્ચે નિર્માણ થનાર પંપ હાઉસ નંબર 3 નુ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું આ સમયે યોજાયેલા એક સમારંભમાં સિંચાઈ યોજના ના ઇજનેર પ્રતાપભાઈ વસાવા એ સ્વાગત પ્રવચન કરી યોજના ના કામ ની પ્રગતિ અંગે માહિતી આપી હતી

સાથે યોજનાનું કામ કરનાર એજન્સી એલ એન્ડ ટી ના પ્રતિનિધિઓ દ્વારા આગેવાનોનું સ્વાગત કરાયું હતું. આઝાદીના 75 વર્ષ પછી ઉકાઈ ડેમની બાજુમાં આવેલા આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતોને સિંચાઈ નું પાણી પહોંચાડ્યું છે વર્ષો જૂની આદિવાસી સમાજના ખેડૂતોની માંગ આજે સંતોષાય છે આદિવાસી ખેડૂતો માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે 500 મીટર ની ઊંચાઈએ થી આદિજાતિ વિસ્તારના ઉમરપાડા દેડીયાપાડા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે. જેથી ખેડૂતોમાં પણ મોટો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે.

સોનગઢ વિસ્તાર અને ઉમરપાડા વિસ્તાર વચ્ચેના જંગલમાંથી આ પાઇપ લાઇન પસાર થનાર છે તેની સાથે ઉમરપાડા થી સોનગઢ વચ્ચેનો 12 કી.મી નો માર્ગ 10 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર થશે જેથી સોનગઢનું અંતર ઘટી જશે અને સામાજિક રીતે આદિવાસી સમાજ એકબીજાથી નજીક આવશે. સરકારની સિંચાઈ યોજના ની ભેટથી આવનારા સમયમાં આદિવાસી વિસ્તાર નવ પલ્લવિત હરિયાળો થશે અને આર્થિક સમૃદ્ધિ આદિવાસી સમાજ ની વધશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે વ્યારા વન વિભાગ રેન્જ ના એ સી એફ આનંદ તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કામ કરનાર એજન્સી એલ એન્ડ ટી ના અધિકારીઓ ની કામગીરીને બિરદાવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા સામસિંગભાઈ વસાવા તેમજ માંગરોળ ના ડો યુવરાજસિંહ સોનારીયા દિનેશભાઈ સુરતી અર્જુનસિંહ રણા તેમજ ઉમરપાડા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેડૂતો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...