76.77 ટકા પાણીનો સંગ્રહ:ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક વધતાં 3 ગેટ ખોલી 39653 ક્યુસેક પાણી છોડાયું

સોનગઢએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપાટી 334.85 ફૂટ પર પહોંચતા હાલ ડેમમાં 76.77 ટકા પાણીનો સંગ્રહ

તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં શનિવારે પાણી ની આવક માં સામાન્ય વધારો નોંધાતા સિંચાઇ વિભાગે ફરી એક વાર ડેમ ના ત્રણ દરવાજા ખોલી 39653 ક્યુસેક પાણી છોડવા નું શરૂ કરવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમમાં છેલ્લા કેટલાક દિવસ થી માત્ર 23,000 ક્યુસેક પાણી ની આવક નોંધાઇ હતી અને એ જ પ્રમાણ માં હાઇડ્રો મારફત પાણી છોડવા માં આવ્યું હતું જેથી ડેમ ની સપાટી જળવાઈ રહી હતી.

જો કે શનિવારે સવારે નવ કલાકે ડેમમાં પાણીની આવકમાં થોડો વધારો થયો હતો અને તે 39445 ક્યુસેક થઈ ગઈ હતી.જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે સિંચાઇ વિભાગ દ્વારા ડેમના ત્રણ દરવાજા ખોલી 39445 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન આ જ રીતે પાણી ની આવક અને જાવક જાળવી રાખવામાં આવી હતી જ્યારે ડેમ ની સપાટી 334.85 ફૂટ પર સ્થિર રહી હતી.

સાંજે છ કલાકે ડેમમાં આવતાં પાણી ની આવક માં ઘટાડો થયો હતો અને એ 25135 ક્યુસેક થયો હતો. જ્યારે ડેમ માંથી 39653 ક્યુસેક પાણી છોડવા નું યથાવત્ રાખવામાં આવ્યું હતું જ્યારે ડેમ ની જળ સપાટી 334.85 ફૂટ પર હતી અને ઉકાઈ ડેમ ની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે.શનિવારે સાંજે ડેમમાં કુલ 5691 mcm પાણી નો સંગ્રહ થયેલો હતો જે કુલ ક્ષમતા ના પ્રમાણ માં 76.77 % જેટલો છે.

અન્ય સમાચારો પણ છે...