આયોજન:જોબ પ્લેસમેન્ટ કેમ્પમાં 26 વિદ્યાર્થીઓની પસંદગી થઇ

સોનગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્છલની કોલેજમાં કરાયું હતું કેમ્પનું આયોજન

ઉચ્છલ કોલેજ ખાતે યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં કુલ 26 વિદ્યાર્થીઓ ને નોકરી મળી હતી. મળેલી વિગત મુજબ તારીખ 3/9/22 શનિવાર ના દિવસે ઉચ્છલ તાલુકા મથકે કાર્યરત માં દેવ મોગરા સરકારી વિનયન કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ - 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ માં પોતાની કંપની માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે જાણીતી ત્રણ કંપની ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે એક કંપની ના અધિકારીઓ એ ઓન લાઈન ઇન્ટરવ્યૂ સહિત ની કામગીરી કરી હતી.આ ભરતી કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતાં કુલ 90 જેટલાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને આ પૈકી ના 26 વિધાર્થીઓ ના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ ના અંતે તમામ 26 વિધાર્થીઓ ને જુદી જુદી કંપની દ્વારા નોકરી માટે પસંદ કરવામાં આવ્યાં છે અને આગામી સમયમાં તેમને કંપની દ્વારા જોબ ઑફર લેટર આપવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં એલ આઇ સી વ્યારા,એમ આઈ ડી સી નવસારી સહિત ની અન્ય કંપની ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ માં દેવ મોગરા સરકારી વિનયન કોલેજ માં અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેનોનું 100 % જોબ પ્લેસમેન્ટ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...