સોનગઢના વ્યાજખોર સામે સામે વધુ એક શ્રમજીવી એ ધાક ધમકી આપી ઉઘરાણી કરવા સંદર્ભે ફરિયાદ લખાવી હતી. સોનગઢ ના મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતો એક નામચીન ગુલાબ બંસી સીંદે (વડર) નગરમાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ને ઊંચા વ્યાજ દરે નાણાં નું ધિરાણ કરી બાદ માં ઉઘરાણી માટે ધમકી આપી શોષણ કરતો હતો.આ આરોપી સામે ગત બે દિવસ પહેલાં પણ એક વ્યક્તિ એ આ જ વિષયે ફરિયાદ આપી હતી અને પોલીસે જ્યારે તેની અટક કરી હતી ત્યારે ઘર ની તલાશી લેતાં તેના કબ્જા માંથી જુદા જુદા વાહનો ની કુલ 15 જેટલી આર.સી.બુક મળી આવી હતી. આ અંગે આગળ ની તપાસ દરમિયાન સોનગઢ નગર ના હાથીફળિયા માં રહેતાં એક ઈસમ પાસે પણ વ્યાજ અને મુદ્દલ ની વસૂલાત પેટે એક એક્ટિવા અને મોબાઈલ પડાવી લીધો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે હાથીફળિયા માં રહેતાં ફરિયાદી અજય રૂપસિંગ ગામિતે આરોપી ગુલાબ સીંદે સામે ફરિયાદ આપી હતી.તેમાં જણાવ્યાં પ્રમાણે અજયભાઈ ના ભાઈ હિતેશ ભાઈ કરી ને હતાં અને તેમનું બે વર્ષ પહેલાં અકસ્માત માં મોત નીપજ્યું હતું.હિતેશ ભાઈ ને આર્થિક સંકડામણ ઉભી થતાં ગુલાબ વડર પાસે પોતાનો મોબાઈલ અને એક્ટિવા ગીરવે મૂકી હતી અને રૂ.25,000 ની રકમ લીધી હતી.આ રકમ પેટે માસિક 2,000 નું વ્યાજ નક્કી કર્યું હતું.હિતેશ ભાઈ ગામિતે એ રૂપિયા લીધા બાદ ત્રણ માસ સુધી નિયમિત વ્યાજ આપ્યું હતું પણ બાદ માં એક અકસ્માતમાં તેમનું મોત થયું હતું.
હિતેશ ભાઈ ના મૃત્યુ બાદ તેમના ભાઈ અજય ગામિતે ગુલાબ વડર નો સંપર્ક કરી તેમના ભાઈ એ લીધેલી રૂપિયા 25,000 ની મુદ્દલ રકમ પાછી આપવા નું જણાવી ભાઈ ની એક્ટિવા અને મોબાઈલ પરત માંગ્યા હતાં.આ સમયે આરોપી ગુલાબે અજય ગામીત સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને કહ્યું કે તારા ભાઈ પાસે મારે વ્યાજ અને મુદ્દલ મળી કુલ 40,000 થી વધુ ની રકમ લેવાની થાય છે.મેં તારા ભાઈ ની એક્ટિવા અને મોબાઈલ વેચી દીધા છે હવે તારા થી થાય તે કરી લેજે એમ કહી ધમકી આપી હતી.એ સાથે ફરિયાદી ને અવાર નવાર માનસિક ત્રાસ પણ આપ્યો હતો જે અંગે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.