સુરત અને તાપી જિલ્લાની વિધાનસભાની કુલ 8 બેઠક પર મુખ્ય ત્રણ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે પોતાની સંપત્તિ જાહેર કરી છે.એ મુજબ સુરતની મહુવા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હેમાંગીની બહેન તમામ ઉમેદવારો પૈકી આર્થિક રીતે સહુથી વધુ સંપન્ન છે. તેમની પાસે રોકડ અને મિલકત મળી કુલ રૂ.21.37 કરોડની સંપત્તિ છે. જ્યારે માંડવી બેઠક પર આપના ઉમેદવાર સાયના બહેન માત્ર રૂ.2,89,667ની સંપત્તિ ના જ માલિક છે.
સુરત તાપી જિલ્લાની કુલ આઠ બેઠક પર જુદા જુદા પક્ષ ના ઉમેદવારો એ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર નો જોરદાર જંગ શરૂ થવાનો છે ત્યારે જે તે વિધાનસભા વિસ્તાર ના મતદાતાઓ ને તેમના ઉમેદવાર આર્થિક દ્રષ્ટિ એ કેટલાં પાણીમાં છે એ જાણવું રસપ્રદ બની રહે છે.સુરત અને તાપી જિલ્લાના 24 ઉમેદવાર પૈકી ના 11 ઉમેદવારો પાસે રૂપિયા એક કરોડ થી વધુ ની સંપત્તિ છે જ્યારે આઠ ઉમેદવારો પાસે 28 લાખ થી 69 લાખ રૂપિયા સુધી ની સંપત્તિ છે જ્યારે પાંચ ઉમેદવાર પાસે રૂપિયા પોણા ત્રણ લાખ થી માંડી ને 18 લાખ સુધીની સંપત્તિ છે.
ઓછી સંપત્તિ ધરાવનારના લિસ્ટમાં આમ આદમી પાર્ટી ના ત્રણ અને તાપી જિલ્લા ના બે ભાજપ ના ઉમેદવારો નો સમાવિષ્ટ થાય છે.સહુ થી ધનિક 11 ઉમેદવાર ના લિસ્ટ પર નજર નાખતા બીજેપી ના પાંચ,કોંગ્રેસ ના ચાર અને આમ આદમી પાર્ટી ના બે ઉમેદવારો નો નામ સામેલ થયા છે.બંને જિલ્લામાં થઈ પહેલાં પાંચ કરોડપતિ ઉમેદવાર પૈકીના ચાર ઉમેદવાર ભાજપના છે.
24 ઉમેદવારોએ જાહેર કરેલી સંપત્તી
ભાજપના 5, કોંગ્રેસના 4 અને આપના 2 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ | |||
{ બેઠક | ઉમેદવાર | પક્ષ | સંપત્તિ |
{ મહુવા | હેમાંગીની ગરાસિયા | કોંગ્રેસ | રૂ. 21,37,50,000 |
{ કામરેજ | પ્રફુલ્લ પાનસેરિયા | બીજેપી | રૂ. 18,91,75,810 |
{ માંગરોળ | ગણપતસિંહ વસાવા | બીજેપી | રૂ. 5,33,78,000 |
{ બારડોલી | ઇશ્વર પરમાર | બીજેપી | રૂ. 5,02,22126 |
{ ઓલપાડ | મુકેશ પટેલ | બીજેપી | રૂ. 3,16,59,856 |
{ કામરેજ | નિલેશ કુંભાણી | કોંગ્રેસ | રૂ. 1,63,06,320 |
{ ઓલપાડ | દર્શન નાયક | કોંગ્રેસ | રૂ. 1,56,99,907 |
{ મહુવા | મોહન ઢોડીયા | બીજેપી | રૂ. 1,49,11,200 |
{ બારડોલી | રાજેન્દ્ર પ્રસાદ સોલંકી | આપ | રૂ. 1,38,22,860 |
{ બારડોલી | પન્નાબેન પટેલ | કોંગ્રેસ | રૂ. 1,30,06195 |
{ કામરેજ | રામ ધડુક | આપ | રૂ. 1,01,60,123 |
માંડવીમાં આપના ઉમેદવાર સાયના ગામીત પાસે સૌથી ઓછી સંપત્તિ | |||
{ માંડવી | સાયનાબેન ગામીત | આપ | રૂ. 2,89,667 |
{ ઓલપાડ | ધાર્મિક માલવીય | આપ | રૂ. 10,65,204 |
{ વ્યારા | મોહન કોકણી | બીજેપી | રૂ. 15,85,164 |
{ નિઝર | જયરામ ગામીત | બીજેપી | રૂ. 18,30,622 |
{ માંગરોળ | સ્નેહલ વસાવા | આપ | રૂ. 1856808 |
સુરત અને તાપીના અન્ય ઉમેદવારોની કુલ સંપત્તિની વિગત | |||
{ નિઝર | સુનિલ ગામીત | કોંગ્રેસ | રૂ. 69,84,175 |
{ વ્યારા | પુનાજી ગામીત | કોંગ્રેસ | રૂ. 68,87,737 |
{ માંડવી | કુંવરજી હળપતિ | બીજેપી | રૂ. 64,88,333 |
{ નિઝર | અરવિંદ ગામીત | આપ | રૂ. 56,11,000 |
{ માંગરોળ | અનિલ ચૌધરી | કોંગ્રેસ | રૂ. 49,44,614 |
{ વ્યારા | બિપિન ચૌધરી | આપ | રૂ. 46,17,294 |
{ માંડવી | આનંદ ચૌધરી | કોંગ્રેસ | રૂ. 35,08,000 |
{ મહુવા | કુંજન પટેલ | આપ | રૂ. 28,68,495 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.