ભાસ્કર વિશેષ:મહિલાઓ મરઘાં ઉછેર, ખુરશીની તાલીમ મેળવી આત્મનિર્ભર બની

વ્યારા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના નાની ચીખલી ગામે સખી મંડળની મહિલાઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય

તાપી જિલ્લામાં આદિવાસી મહિલાઓ ને વિવિધ યોજનાનો લાભ મળી રહે અને આ આ યોજના થકી તેઓ પગભર થાય તે હેતુસર સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વ્યારા નાની ચીખલી ખાતે આવેલ સખી મંડળની મહિલાઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી છે. જેનાથી તેઓના જીવનધોરણ માં સુધારો આવ્યો છે. ગામની બે મહિલાઓને ખુરશી અને ખડકનાથ મરઘાના શેડની સહાય લીધી છે, જેમાં તેઓને અને અન્ય મહિલા સારી કમાણી થઈ રહી છે.

તાપી જિલ્લામાં મહિલાઓ ખેતીકામ સહિત પશુપાલન કરીને ગુજરાન ચલાવતી હોય છે. મહિલાઓને ખેતી સિવાય અન્ય રોજગારી મળી રહે તે માટે સખીમંડળ દ્વારા સહાય અપાય રહી છે. જેના કારણે મહિલાઓ તાલીમ લઇને કમાણી કરી રહી છે. તાપી જિલ્લામાં વિવિધ સખીમંડળો ચાલી રહ્યા છે.

જેમાં ઘણા સખીમંડળો લગ્ન પ્રસંગોમાં ભોજન પૂરું પાડવું , ખુરશીઓ પૂરી પાડવી કે પછી અન્ય સખીમંડળ ખેતીની તાલીમ આપવાનું કામ કરે છે. આવા જ એક સખીમંડળમાંથી તાલીમ લઇને નાનીચીખલીની મહિલાને મરઘાના શેડની સહાય મળી છે. ઉછેર કેવી રીતે કરવો અને તેમાંથી કેવી રીતે કમાણી કરવી તેની પણ તેઓને ટ્રેનિંગ આપવામાં આવી છે.

ગ્રુપમાં અંદાજીત 10થી વધુ મહિલા સભ્યો
​​​​​​​ગામમાં મહિલાઓ દ્વારા વિવિધ ગ્રુપ બનવી સખી મંડળ બનાવે છે. એક ગ્રુપમાં અંદાજીત 10થી વધુ મહિલા સભ્યો હોય છે. વિવિધ સખી મંડળો દ્વારા ગ્રુપમાં એક જૂથમાં લૉન લઈ છે. ઘણી વાર અલગ અલગ મહિલા વ્યક્તિ દીઠ પણ યોજનાના લાભ લઇ આર્થિક રીતે પગભર બની આત્મ નિર્ભર બને છે.

નફો વહેંચી પ્રવાસ પણ કરે છે
ગામમાં સખી મંડળ ચાલે છે, જેમાં સરકાર દ્વારા છે જે લોન મળી તેમાં ખુરશીઓ લીધી છે. આ ખુરશી ભાડે આપી જે નફો મળે છે અને આર્થિક રીતે સહાય પૂરી પડે છે, જે નફો મળે છે તેની વહેંચણી થાય છે. પ્રવાસ પણ કરાઈ છે. મહિલાઓ પગભર બની રહી છે. - લતાબેન વી.ગામીત

હાલ આર્થિક પરિસ્થિતિમાં સુધારો
સખી મંડળમાં સરકાર દ્વારા વિવિધનો તાલીમ અપાય છે. શરૂઆતમાં અમે ડાંગરને સાફ કરવા માટેના પંખો લીધો હતો. હાલ 40 જેટલા કડકનાથ મરઘી ઉછેર માટે લૉન આપી છે. હાલ આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. - નયનાબેન ગામીત

અન્ય સમાચારો પણ છે...