નગરપાલિકાની સામાન્ય સભા:10 મિનિટમાં જ 5 કરોડના કામોના આયોજન સાથે વ્યારા પાલિકાની સભા પૂર્ણ

વ્યારા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા પાલિકા કચેરી ખાતે મળેલી સભામાં વિપક્ષના નેતાના નિમણુંકની દરખાસ્ત ઉપરાંત ત્રિમાસિક હિસાબો પર મંજૂરીની મહોર

વ્યારા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાનમાં નગરપાલિકા ખાતે યોજાઇ હતી. જેમાં 10 મિનિટમાં પાંચ કરોડથી વધુના કામોને બાહેધરી સર્વાનુમતે અપાય હતી. જેમાં ત્રણ કરોડના ખર્ચે વ્યારા નગરની આગવી ઓળખ સમાન ટોઈટ્રેનનો પ્રોજેક્ટ મંજૂર કરાયો હતો.જેની સાથે બે કરોડના ખર્ચે વ્યારા નગરમાં વિવિધ વિકાસના કામોના આયોજનો કરવાનું નક્કી કર્યું હતું.તેમજ વિરોધ પક્ષના નેતાઓના નિમણૂકની દરખાસ્તને મંજૂર કરાઇ હતી.

વ્યારા નગરપાલિકાની સામાન્ય સભા નું આયોજન વ્યારા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાનમાં યોજાયું હતું. કોઈપણ જાતના વિવાદ વગર 10 મિનિટમાં યોજાયેલી સભામાં પાંચ કરોડના વિકાસના કામોને મંજૂરી મળી આવનાર સમયમાં એનો લાભ મળશે. વ્યારા નગરપાલિકાની સામાન્ય સભામાં પાંચ કરોડના ખર્ચે વિવિધ કામના આયોજનો કર્યા હતા જેમાં વ્યારા નગરપાલિકાના જલવાટીકા તળાવ ની ફરતે એક 3.33 કરોડના ખર્ચે એક ટ્રાય ટ્રેનનો પ્રોજેક્ટ મુકાયો છે .

જેને સર્વનો માટે મંજૂરી મળી હતી.વ્યારા નગરપાલિકામાં ત્રિમાસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં 2.25 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોના આયોજનો કરાયા હતા. બીજી તરફ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવા માટેની રજૂઆત આવી હતી જેને નિમણૂક કરી દેવાઇ હતી.

જલવાટિકામાં 3.33 કરોડનો ટોયટ્રેન પ્રોજેક્ટ મંજૂર : 2.30 કિલોમીટરનો ટ્રેક બનાવાશે
વ્યારા નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં નગરજનોના સુવિધા માટે એક મહત્વનો 3.33 કરોડના ખર્ચે ટોયટ્રેન નો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. જેમાં જલવાટિકા ખાતે 2.30 કિલોમીટર લાંબો એક રેલવે લાઈન બનાવવામાં આવશે.જેની ઉપર ટોયટ્રેન દ્વારા વિવિધ મુસાફરો ને બેસાડી 2.30 કિલોમીટર લાંબો તળાવ ની ફરતે ચકરાવો મારશે. હાલ ત્રણ પ્લેટફોર્મો. જેમાં એક વ્યારા જળવાટીકા પાસે મુખ્ય પ્લેટફોર્મ બનશે. ત્યારબાદ ગાયત્રી મંદિર અને પોલીસ સ્ટેશન પાસે એક એક પ્લેટફોર્મ બનવામાં આવશે અંદાજિત દોઢ વર્ષ બાદ આ સેવાનો લાભ નગરજનો મેળવી શકશે. ટોય ટ્રેન પ્રોજેક્ટ સંપન્ન થયા બાદ નગરમાં વધુ એક સુવિધા વધવાના સમાચારને કારણે નગરજનોમાં કારણે આનંદ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...