આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વ્યારા સ્થિત કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિર્માણ કાર્યના નિરીક્ષણ માટે પધાર્યા છે. અહીં તેમણે નિરિક્ષણ કરી અધિકારીઓને સલાહ-સૂચન પણ આપી હતી. આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ રહેલ છે.
વિવિધ સુવિધાઓથી સજ્જ હશે આધુનિક રમત-ગમત સંકુલ
આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા 5.50 કરોડની વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેની 35 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. સંપુર્ણ કામગીરી અંદાજિત 31-12-2022 સુધી કામગીરી પુર્ણ થશે. આ ઉપરાંત કબડ્ડી 2, વોલીબોલના 2, ખો-ખો 1, આર્ચરી પ્રેક્ટીસના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત પર્પઝ રૂપિયા 01 કરોડ વિહવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરી છે. જેની 80% કામગીરી હાલ પુર્ણ થયેલ છે. હાલ 6.50 કરોડના કામો પ્રગતિમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.