ઉનાળાની મુશ્કેલી:વ્યારા વોર્ડ નં.2માં પાણીની તંગી, 2 ટેન્કરની સુવિધા અપાઈ

વ્યારા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દરરોજ બે ટેન્કર થકી દસ હજાર લીટર પાણી પૂરું પાડે છે

વ્યારા નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે ઉનાળા દરમિયાન યોગ્ય આયોજન કરતા નગરમાં પાણીનો કકળાટ થયો ન હતો. બીજી તરફ થોડા દિવસથી વોર્ડ નંબર બે નાના ફળિયા(ડોગાલી )માં પીવાના પાણીની અછત સર્જાય રહી હતી, જેને નગરપાલિકા દ્વારા તાત્કાલિક પીવાના પાણી માટે વ્યવસ્થા કરી બે ટેન્કરમાં રોજના દસ હજાર લિટર પાણીની સુવિધા ઉભી કરી દેતા સ્થાનિક ગૃહિણીઓમાં આનંદ છવાઈ ગયો હતો.વ્યારા નગરપાલિકા દ્વારા ઉનાળા દરમિયાન વ્યારા નગરના તમામ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતું મળી રહે તેવી વિશેષ આયોજન કર્યું હતું, જેને લઇને નગરપાલિકાને સારી સફળતા પણ મળી હતી.

ચાલુ વર્ષે વ્યારા નગરપાલિકામાં પીવાના પાણીના કકળાટ ક્યાંય જોવા ન મળતા રાહત બની ગઈ હતી. જોકે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેવા સમયે વ્યારા નગરના વોર્ડ નંબર 2 માં નાના ફળિયા (ડોગલી) વિસ્તારમાં પીવાના પાણીની અછત ઊભી થઈ હતી, જેને લઇને વ્યારા નગરપાલિકા દ્વારા તાત્કાલિક સ્થાનિકોની મુશ્કેલી માટે આયોજન કરી દીધું હતું. વ્યારા નગરપાલિકા દ્વારા બે ટેન્કર ફાળવી દીધા હતા, જેમાં રોજના 10,000 લીટર પાણીની સુવિધા ઊભી કરી દીધી હતી. જેને લઇને પીવાનું પાણી મળી રહેતા સ્થાનિક ગૃહિણીઓમાં રાહત થઇ હતી. વ્યારા નગરના અન્ય ક્યાંક સ્થળોમાં પાણીની ખેંચ ન પડતા નગરપાલિકાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...