વ્યારા નગરપાલિકા દ્વારા પાણીનો પુરવઠો નગરમાં સપ્લાય કરે છે પરંતુ કેટલી જગ્યાએ પાણીની લાઈનો તૂટી જતો હોય ત્યારે સમયસર કામ ન કરતા જેને લઈને હજારો લીટર પાણીનો લીકેજ થઈ રહ્યો છે. કાનપુરા વિસ્તાર માં હાઇવે નજીક પીવાના પાણીની લાઈન લીકેજ થતા દિવસ દરમિયાન પાણીનો વેડફાટ લોકોમાં રોષ ઉઠી રહ્યો છે નગરપાલિકા દ્વારા તાકીદે ને સમારકામ કરાવી પાણીનો વેડફાટ અટકાવે એવી માંગ ઉઠી છે. વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરજનોને માટે સુવિધાઓ તો કરે છે પરંતુ યોગ્ય સાર સંભાળ ન રાખતા સુવિધાઓ મુશ્કેલી રૂપ બની રહી છે.
વ્યારા નગરપાલિકા દ્વારા નગર સમયસર પાણી આપી સુવિધા ઉભી કરી છે પરંતુ કેટલાક સ્થળે પાણીના લીકેજ હોય તે સમયસર ન કરતા જેને લઈને પાણીના આવવાના સમયે હજારો લીટર પાણીનો ફેરફાર થઈ રહેતા લોકોમાં રોષ ઉઠી રહ્યો છે. વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પાસે છેલ્લા કેટલા સમયથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થઈ જતા સવાર સાંજ હજારો લિટર પાણી રસ્તાની બાજુમાં રહી રહ્યું છે.
જેને લઈને આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવે છે અને ગૃહિણીઓને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે નગરપાલિકા દ્વારા તાકીદે કાનપુરા વિસ્તારમાં પાણીની લીકેજ ને રીપેરીંગ કરાવે અન્યથા વિસ્તારમાં દૂષિત પાણી આવવાની શક્યતા અને લઈને લોકોમાં મુશ્કેલી ઊભી થઈ શકે એવી શક્યતા રહેલી છે.વ્યારા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને પાણીનો લીકેજ અટકાવવાની સાથે પાઇપલાઇનને રીપેર કરાવે એવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.