વિઝનનો અભાવ:વરસાદી પાણીના નિકાલના આયોજનમાં વ્યારા પાલિકા નિષ્ફળ, ફરી જનક અને મિશન નાકા પર સર્જાશે મોકાણ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જનક નાકાનો ફાઇલ ફોટો - Divya Bhaskar
જનક નાકાનો ફાઇલ ફોટો
  • વ્યારામાં પ્રિમોન્સૂન કામગીરીને નામે માત્ર ગટરોની સફાઈ, પાણીના કાયમી નિકાલનો પ્રશ્ન વણઉકેલ્યો
  • ગટરની કામગીરી પણ અધૂરી રહેવાને કારણે સ્થિતી વણસવાની શક્યતા
  • ગત ચોમાસે જનક અને મિશન નાકા​​​​​​​ વિસ્તાર ​​​​​​​તળાવમાં ફેરવાયો હતો, આ વર્ષે પણ તેનું પુનરાવર્તન થવાનો ભય

વ્યારા નગરપાલિકામાં 70 ટકા જેટલી પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કર્યા હોવાનો દાવો કરાયો છે. ગત વર્ષે ચોમાસામાં વ્યારા નગરમાં 10 જેટલા સ્થળો પર પાણી ભરાયા હતા. આ વિસ્તારોમાં નગરપાલિકાએ યોગ્ય કામગીરી કરી, પાણી ભરાવાના પ્રશ્નોના નિરાકરણ લાવ્યા હોવાનું જણાવે છે.

મીશન નાકાનો ફાઇલ ફોટો
મીશન નાકાનો ફાઇલ ફોટો

પરંતુ નગરના હજુ મિશનનાકા અને જનકનાકા આ બે સ્થળો એવા છે, જ્યાં ચોમાસુમાં વરસાદી પાણીનો ભરાવો કાયમી થતો હોય છે, જેનું નિરાકરણ ચાલુ વર્ષે પણ પાલિકા લાવી શકી નથી, લાઈનની કામગીરી પણ અધૂરી છે. જેથી ફરી એક વખત ચોમાસુ સિઝન નગરજનોએ બંને સ્થળે પાણીના ભરવામાંથી જ અવર જ્વર કરવી પડશે.

વ્યારા પાલિકાએ પ્રીમોન્સૂન કામગીરીના એક્શન પ્લાન મુજબ ગત વર્ષે જે સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા, તે સ્થળોએ આ વર્ષે વિશેષ રીતે કામગીરી કરી પાણી નહી ભરાય એ માટેનું આયોજન કર્યું હોવાનું જણાવે છે. નગરના ગટરોની સાફ-સફાઇ, જરૂિયાત મુજબ નાના-મોટા જે ટી મશીનથી પાણીનો ફોસ મારીને સાફ-સફાઈ કરી છે.

જેથી પાણીનો નિકાલ થવાની શકયતાઓ વધી ગઇ હોવાનું જણાવે છે. ગત વર્ષે ચોમાસુમાં નગરના મુખ્યમાર્ગ પર એક ફૂટથી વધુ પાણી ભરાયા હતા. નગરના પ્રવેશ દ્વારા મિશન નાકાના પર પણ એક ફૂટથી વધુ પાણી ભરાયા હતા, અને કાનપુરાના ગેટ પાસે પણ દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા હતા, વ્યારાનાં જનકનાકા પાસે એક ફૂટ જેટલું પાણીનો ભરાવો ચોમાસુમાં રહેતો હોય છે.

નગરપાલિકાએ કાનપુરા ગેટ પાસે નવી ચેમ્બર બનાવી છે, જેથી આ વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળી શકે. પરંતુ મિશનનાકા અને જનકનાકા પર ભરાતા પાણીના નિકાલ માટે પાલિકાએ ખાસ આયોજન કરી શકી નથી. જેથી પાણીના નિકાલની સમસ્યા ફરી સર્જાશે. વરસાદી લાઈનની સફાઈ સિવાય કાયમી નિકાલ માટે નક્કર આયોજન પાલિકાના શાશકો કરાવી શક્યા નથી. જેથી ચોમાસામાં ફરીવાર હાલાકી ભોગવવાનો વારો આવશે.

ગત ચોમાસામાં આ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો
વ્યારા નગરમાં ગત ચોમાસામાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં મિશન નાકા પર તેમજ ફડકે નિવાસના ટેકરા પર, જનક નાકાના પેટ્રોલ પંપ પાસે ,સ્નેહ કુંજ સોસાયટીમાં, સિટી મોલ નજીક મુખ્ય માર્ગ પર, ઠક્કર ચેમ્બરની પાછળ, સરિતા નગરમાં, ગોરેયા સહિત નગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. જેને લઇને આ વર્ષે નગરપાલિકાએ વરસાદી ગટરો, ચેમ્બરોની સાફ સફાઈ કરાવી છે.

સીટી મોલની પાસે પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલાવાની આશા
વ્યારા નગરના સિટી મોલ નજીક ગત એક વર્ષથી પાણીના ભરાવો ખૂબ જ થઈ જતા અવરજવર પણ બંધ થઈ જાય છે. જેને લઇને નગરપાલિકાએ આ વિસ્તારમાં તમામ ગટર લાઇનો સાફ સફાઈ કરાવી હતી. ત્યાં મુખ્ય ચેમ્બરમાં પાંચ ફૂટ સુધીના માણસો અને મશીનો વડે ઊંડા ગટરોને અંદર રહેલા તમામ કચરો બહાર કાઢી ગટર કરી દેવાની કામગીરી કરી છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થવાની પુરી આશા પાલિકા સેવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...