તંત્રનો નવતર અભિગમ:ગામીત, વસાવા, ચૌધરી બોલીમાં મતદાન જાગૃતિના વિડીયો બહાર પડાયા

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર અભિગમ

તાપી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આદિવાસી ચૌધરી, ગામીત, વસાવા ભાષામાં સ્થાનિક કલાકારો દ્વારા લોકબોલીમાં તૈયાર કરેલા ગીતો વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે ફિમેલ પ્રિસાઇડીંગ ઓફિસરની તાલીમ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યા હતા.

વ્યારા ખાતે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેએ સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો હંમેશા પોતાની અવનવી પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં કોઈપણ કોલેજના વિદ્યાર્થીઓએ આટલું સરસ ગીત બનાવ્યું નથી.

તેમણે સમગ્ર ટીમ તાપીને મતદાન જાગૃતિના લોકગીતો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા બદલ આપણે સૌએ ગૌરવ લેવો જોઈએ. આપણે સૌ ટીમવર્કની ભાવનાથી એકબીજાને મદદરૂપ બની ચૂંટણી પ્રક્રિયા સફળતા પૂર્વક પાર પાડીએ. તેમણે તાપી જિલ્લાના ગામે ગામ આ ગીતો ધૂમ મચાવશે અને લોકોને વધુમા વધુ મતદાન માટે જાગૃત કરવામાં આવશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...