વિજ સુવિધા:વીરપુર ગામમાં 320 એમવીએના સબ સ્ટેશનનું પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારાના વીરપુરમાં બનેલું સબ સ્ટેશન જેની મુલાકાત તાપી જિલ્લા કલેક્ટરે લીધી હતી. - Divya Bhaskar
વ્યારાના વીરપુરમાં બનેલું સબ સ્ટેશન જેની મુલાકાત તાપી જિલ્લા કલેક્ટરે લીધી હતી.
  • અંદાજિત એક અબજ 6 કરોડના ખર્ચે સબ સ્ટેશન બનાવાયું
  • તાપીના​​​​​​​ 19 તેમજ ડાંગના 1,નવસારીના 1 અને સુરતના 2 ગામને લાભ મળશે

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામમાં આજે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ કરાયેલા 320 મેગાવોટ એમપીએના સબ સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. અંદાજિત એક અબજ 6 કરોડના ખર્ચે બનેલા આ સબ સ્ટેશન પર ચાર જિલ્લાના 24 જેટલા ગામોને લાભ મળશે.

સુરત જિલ્લાથી અલગ તાપી જિલ્લામાં વિવિધ સુવિધાઓ માટે કામગીરી હાથ ધરાય છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પછાત વિસ્તારના વિકાસને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારની ટ્રાઈબલ એરીયા સબ પ્લાન ગ્રાંટ હેઠળ પછાત વિસ્તારમાં મૂડીરોકાણના વળતરને ધ્યાનમાં લીધા સિવાય આ વિસ્તારમાં રહેતી જનતાના વિકાસ અર્થે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ છે.

આ વિસ્તારમાં ઉકાઈ પાવર સ્ટેશન તેમજ 220kv મોટા સબ સ્ટેશનમાંથી 66 કેવી લાઇન મારફતે વીજળી મેળવી તાપી જિલ્લાના તમામ તાલુકા જેવા કે વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને ગુણવત્તા આપવા માટે તેમજ લો વોલ્ટેજ ના પ્રશ્ન દૂર કરવા માટે 220 વીરપુર સબ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેનાથી તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને સુરત નવસારી અને ડાંગને અવિરત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળી રહેશે.

વ્યારાના વીરપુર ગામમાં બન્યું છે 320 એમવીએ
​​​​​​​ગેટકો દ્વારા વ્યારાના વિરપુર ખાટે 60 હજાર ચોરસ મીટર સરકારી પડતર જમીન સંપાદિત કરી સ્ટેશન બનાવ્યું છે જેમાં 7 હાઇડ્રો નાં 66કેવી બનાવવા માં આવ્યા છે .જેમાં જામખડી સોનગઢ ,વ્યારા એક અને વ્યારા બે, માંડલ, ગાળકુવા અને ખરસી ફી દોરો પરથી વ્યારા અને સોનગઢના 19 ગામો તેમજ ડાંગનું સુબીર, નવસારીના ભીનાર અને સુરતના અનાવલ અને વહેવલ ગામોને લાભ મળશે.

સ્ટેશનના કારણે વિવિધ લાભો મળશે
​​​​​​​​​​​​​​
વીરપુરમાં સબ સ્ટેશન બનવાને કારણે આ વિસ્તારમાં પુરતા દબાણથી વીજળી મળી શકશે.ફીડરો ની લંબાઈ ઘટવાથી ટી.એન્ડ ડી.લોસ ના ઘટશે ,ખેતી તથા બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપ એ વીજળી આપી શકાશે અને આ વિસ્તારમાં નવા વીજ જોડાણ મળી શકશે.

આ વિસ્તારની સુવિધા વધશે
રાજય સરકારના પછાત વિસ્તારના વિકાસ માટે ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ બનાવ્યું છે. તાપીના 19, ડાંગ 1, નવસારીના 1 અને સુરતના 2 ગામને લાભ મળશે. સબ સ્ટેશન જનતાના વિકાસ માટે ઉભું કર્યું છે. - આર.વી.પટેલ, કાર્યપાલક ઇજનેર જેટકો વ્યારા

અન્ય સમાચારો પણ છે...