મોકાણ:વિરપોરના કોઝવે પર કરાયેલું માટી પુરાણ ધસી પડતાં વાહન વ્યવહાર ફરીથી થવાનાં એંધાણ

​​​​​​​તાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યંત કડીરૂપ કોઝવે ફરી બંધ થવાનું જોખમ સર્જાતા ગ્રામજનો ચિંતામાં

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદી પર વિરપોર પેલાડબુહારીને જોડતો કોઝવે ચેકડેમ આવેલો છે. આ ચેકડેમ પરથી પેલાડબુહારી, વિરપોર,ગાગપુર, અંધાત્રી સહિતના અનેક લોકોને માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. પરંતુ ચોમાસામાં ચેકડેમ ડૂબેલ રહેતા બંને સાઈટ પર મેટલિંગ કરતા ધોવાણ થયું હતું. ત્યાર બાદ વાહન વ્યવહાર ચાલુ રહે એ માટે માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી અને વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી માટી ધસી પડતા ફરી વાહન વ્યવહાર બંધ થવાની શક્યતા છે.

જેથી ફરી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.વિરપોર ગામનો કોઝવે ચેકડેમની વિરપોર ગામ તરફ જતા માર્ગ ઉપર હાલમાં બંને સાઈટ પરથી માટી પુરાણ કરવામાં આવી હતી અને આ માટી પુરાણ ધીમે ધીમે ધસી પડતાં વાહન વ્યવહાર બંધ થવાનાં આરે છે. ટુ વ્હીલર બાઈક નીકળી જાય છે પરંતુ કોઝવે ચેકડેમ પરથી ફોર વ્હીલર ગાડીનો વ્યવહાર બંધ થઇ એવી ભિતી સેવાઇ રહી છે. ત્યારે વિરપોર ગામના વિધૉથીઓએ પેલાડબુહારી પ્રાથમિક શાળામાં આવવા માટે ફરીવાર ચક્રાવો કરીને જવું પડે એવું લાગી રહ્યું છે.

વિરપોર ગામનો કોઝવે ચેકડેમની વિરપોર ગામ તરફ જતા માર્ગ ઉપર હાલમાં બંને સાઈટ પરથી માટી પુરાણ કરવામાં આવી હતી અને આ માટી પુરાણ ધીમે ધીમે ધસી પડતાં વાહન વ્યવહાર બંધ થવાનાં આરે છે. ટુ વ્હીલર બાઈક નીકળી જાય છે પરંતુ કોઝવે ચેકડેમ પરથી ફોર વ્હીલર ગાડીનો વ્યવહાર બંધ થઇ એવી ભિતી સેવાઇ રહી છે. ત્યારે વિરપોર ગામના વિધૉથીઓએ પેલાડબુહારી પ્રાથમિક શાળામાં આવવા માટે ફરીવાર ચક્રાવો કરીને જવું પડે એવું લાગી રહ્યું છે.પેલાડબુહારી વિરપોર પૂર્ણા નદી પર આવેલા કોઝવેને હાલ પૂરતી બંને સાઈટ મેટલિંગ કરવામાં આવે તો હાલ પૂરતી વ્યવહાર બંધ થતો અટકે એમ છે. વિરપોર અને પેલાડબુહારી ગામ પંચાયત દ્વારા રિપેરિંગ તાત્કાલિક અસરથી માટી પુરાણ કરીને રિપેરિંગ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...