સમસ્યા:કાકડવા ગામે વાસ્મોની ટીમ પરિસ્થિતિ જાણવા પહોંચી, જોકે હજી પાણીની રાહ જોતા ગ્રામજનો

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીમ દ્વારા જ્યાં પાણી પહોંચે છે ત્યાં સર્વે કરાવ્યો છે પરંતુ પરિમલ ફળિયુ સહિત અન્ય ફળિયામાં હજી પણ પાણી નથી મળ્યું

લોકોને પીવાના પાણીની અછત ન વર્તાઈ અને ઘર બેઠા પાણીની સુવિધા મળી રહે તે ઉદ્દેશ્યથી નલ સે જલ યોજના સરકાર દ્વારા અમલી કરાઈ હતી, પરંતુ ડોલવણ તાલુકા કાકડવા ગામ માં આ યોજનાની કામગીરી ચોપડે તો વર્ષો પહેલા પૂર્ણ થઈ ગઈ પણ પાણી ઘરે ઘરે ન પહોંચતા ગામ માં વિભાગ પ્રત્યે સંતોષ ની લાગણી જોવા મળી રહી છે.જે બાબતે દિવ્ય ભાસ્કરમાં ગતરોજ અહેવાલ છપાતા વાસ્મો ને ટીમ ડોલવણ ના કાકડવા ગામે પહોંચી હતી.જો કે હજી પણ 70 ટકા ગ્રામજનોને સંપ માંથી પાણી મળ્યું નથી. ટીમ દ્વારા હજી પણ કામગીરી ચાલુ હોવાના રટણ જ રતાયા કરે છે.

દેશનો દરેક નાગરિકને પાયાની કહી શકાય તેવી સુવિધાઓ પરિપૂર્ણ કરવાનો સરકાર નીર્ધાર કરીને અવનવી યોજનાઓ બનાવતી હોય છે, પરંતુ કેટલાક સરકારી બાબુઓ અને સંબંધિત એજેન્સીઓના બેદરકારી ના પગલે આવી કેટલીક યોજનાઓ તેના ખરા લાભાર્થીઓ સુધી પહોંચતીજ નથી, જેમાંની એક યોજના નલ સે જલ, યોજના તાપી જિલ્લાના ડોલવાણ તાલુકાના કકડવા ગામે ચોપડે તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે હજુ દરેક ઘરોમાં પાણી પહોંચ્યું નથી.કાકડવા ગામે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં નલ સે જલ યોજના અંતર્ગત સવા કરોડ ના ખર્ચે યોજના શરૂ કરાઇ હતી, જેમાં ગામના ત્રણ હજાર લોકો ના 800 જેટલા ઘરોને તેનો સીધો લાભ મળવાનો હતો,

પરંતુ જેની જવાબદારી ઘર સુધી પાણી પહોંચાડવાની છે તેવી વાસમો કચેરીના અધિકારીના મતે 50 ટકા ઘરોમાં પાણી કામગીરી પૂર્ણ થતા પહોંચી ગયું છે, જ્યારે જાગૃત ગામવાસીઓ અને મહિલાઓ ના મતે 20 ટકા ઘરોમાં પાણી પહોંચી રહ્યું છે. બીજી તરફ અધિકારીઓ કર્મચારીઓ જેતે સમયે પાણી પૂરું પાડવા માટે કરેલ બોર સુકાઈ જવાનું બહાનું બનાવી ફરી ગામ માં પહોંચી કામગીરી કરાઈ રહી હોવાનું બહાનું ધરી ટુક સમયમાં ગામવાસીઓને પાણી મળતું થઈ જશે તેવું રટણ રટી રહ્યા છે.

તાપી જિલ્લાના અન્ય ગામોમાં પણ તપાસ જરૂરી
ઘરે ઘરે પાણી પહોંચાડવાની જેની જવાબદારી છે, તેવી વાસમો કચેરી દ્વારા જિલ્લામાં નલ સે જલ ની સો ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, બીજી તરફ જિલ્લામાં કાકડવા ગામ ના જાગૃત ગામવાસીઓ ની જાગૃતતાને લઈ ભાંડો ફૂટી ગયો છે, એટલે સરકારના જવાબદાર કલેકટર કક્ષાના અધિકારીઓ આ મુદ્દે નિષ્પક્ષ અને તલસ્પર્શી ગ્રાઉન્ડ લેવલની તપાસ કરે તો તાપી જિલ્લામાં વાસમો કચેરી દ્વારા નલ સે જલ ની સો ટકા ચોપડે બતાવેલ કામગીરી નો ખરો ચિતાર બહાર આવી શકે તેમ છે.

મુશ્કેલી જલ્દીથી દૂર કરો
હજી પણ પરિમલ ફળિયામાં પાણી આવ્યું નથી અધિકારીઓ દ્વારા આ બાબતે અધિકારીઓ ગંભીરતા દાખવી આ વિસ્તારમાં પાણીની મુશ્કેલી જલ્દીથી દૂર કરો. શાંતિલાલભાઈ ચૌધરી, આગેવાન, કાકડવા

જૂથ યોજનાના પાણીનો આધાર
અમારી અત્યારે ચર્ચા ચાલી રહી છે ગામની વિઝીટ થઈ છે ત્યાં અમારી પાસે બીજા પાણીનો સ્ત્રોત ઊભા નથી જૂથ યોજનાનું જે પાણી આવે છે.એનો વધારો કરી રહ્યા છે જથ્થો વધ્યા બાદ સંપો માં પાણી આવવાની શક્યતા છે. અંકિત ગરાસીયા, વાસ્મો અધિકારી, તાપી

અન્ય સમાચારો પણ છે...