વ્યારા નગર માં આજે વિવિધ વિકાસ ના કામો અને લોકાર્પણ કરાયા હતા. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને વ્યારા નગરપાલિકાના વિવિધ વિકાસ કામોના લોકર્પણ મંત્રી તથા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રીબીન કાપી ખુલ્લા જાહેર કર્યા હતા. વ્યારા નગર ના વિવિધ વિકાસના કામો ના લોકાર્પણ કરાયા હતા જેમાં એસ.ટી.પી પાસે ફાયર સ્ટેશનનું અંદાજિત 130.30લાખની રકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આશાવાડી કોલેજ રોડ થી ગોલ્ડન નગર સુધી (કપૂરા રોડ) માઇનર બ્રીજની અંદાજિત 267.92 લાખ રકમે તથા આશાવાડી કોલેજ રોડ થી ગોલ્ડન નગર સુધી (કપૂરા રોડ) ડામર રોડ બનાવવાનું કામનો અંદાજિત ખર્ચ 177.80 લાખ, એક્યુપ્રેશર પાર્કમાં એન્ટ્રસ ગેટ તથા ડાબી અને જમણી બાજુ ચેઇન લીંક ફેન્સીંગ કમ્પાઉંડ વોલ માટે અંદાજિત રકમ 78.56 લાખના ખર્ચે તથા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિનો અંદાજિત2.65 લાખના ખર્ચ બનાવી તેનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. આમ, કુલ 657.23 લાખના લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા.
વધુમાં મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અંબાજી કોમ્પ્લેક્ષ, વ્યારા ખાતે બેંક ઓફ મહારાષ્ટ્ર પરિસર અને એ.ટી.એમ.બુથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વાસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય ડૉ.જયરામભાઈ ગામીત, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, પાલિકા પ્રમુખ સેજલબેન રાણા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.