આયોજન:281 હાઉસ ટુ હાઉસ ટીમ તથા 14 ટીમો દ્વારા ડ્યુ લાભાર્થીઓનું વેક્સિનેશન

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં આજે કોવિડ વેક્સિનેશન અતંર્ગત મેગા કેમ્પનું આયોજન

તાપી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 281 હાઉસ ટુ હાઉસ ટીમ તથા 14 મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ છે. આ ટીમો દ્વારા લાભાર્થીઓને મોબીલાઈઝ કરવાની કામગીરી તથા હર ઘર દસ્તક મુજબ ઘરે ઘરે જઈને કોવિડ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે.

વધુમાં વધુ બીજો ડોઝ ડ્યુ તથા પ્રિકોશન ડોઝ ડ્યુ લાભાર્થીઓને મેગા કેમ્પનો લાભ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયજુથના કોવિડ વેક્સિનેશનના પ્રિકોશન ડોઝ એલીજીબલ લાભાર્થી કુલ-30352, અને 12 થી 17વયજુથના બીજા ડોઝ માટેના એલીજીબલ લાભાર્થી -11885 તથા 18 વયજુથના બીજા ડોઝ ડ્યુ લાભાર્થીઓ કૂલ-13973 લાભાર્થીઓને ડ્યુ ડોઝ આપવાના થાય છે. આ તમામ લાભાર્થીઓને વહેલી તકે આવરી લેવા અનિવાર્ય છે.

બીજો ડોઝ ડ્યુ લાભાર્થીઓ તથા હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર તથા 60 વર્ષથી વધુ વયજુથના પ્રિકોશન ડોઝ ડ્યુ લાભાર્થીઓને મેગા કેમ્પ દરમ્યાન વેકિસનેશન માટે જીલ્લામાં કુલ- 281 હાઉસ ટુ હાઉસ ટીમ તથા 14 મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ છે. આ ટીમો દ્વારા લાભાર્થીઓને મોબીલાઈઝ કરવાની કામગીરી તથા હર ઘર દસ્તકન મુજબ ઘરે ઘરે જઈને કોવિડ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. વધુમાં વધુ બીજો ડોઝ ડ્યુ તથા પ્રિકોશન ડોઝ ડ્યુ લાભાર્થીઓને મેગા કેમ્પનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...