તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તાપી જિલ્લામાં રાત્રે સાત તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. ખેતીલાયક વરસાદને લઈને જિલ્લાના ખેડૂતોમાં રાહત થઈ હતી. વાલોડમાં શુક્રવારે સાંજે અડધો ઇંચ વરસાદ માત્ર અડધો કલાકમાં જ ખાબકી ગયો હતો.
રાત્રી દરમિયાન સૌથી વધુ વરસાદ વ્યારામાં 41મીમી નોંધાયો હતો. જ્યારે ઉચ્છલમાં 10મીમી, કુકરમુંડામાં 07મીમી, ડોલવણમાં ૨૯મીમી, નિઝરમાં 20મીમી, વ્યારામાં 41મીમી, વાલોડમાં રાત્રી દરમિયાન 30મીમી જ્યારે સાંજે 6વાગ્યા સુધીમાં 24 કલાકનો કુલ 41મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સોનગઢમાં રાત્રીએ 22મીમી વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લામાં દિવસ દરમિયાન માત્ર વાલોડમાં જ 11 મીમી વરસાદ નોંધાયો હતો.
ગુરુવારે સાંજે 6થી શુક્રવારે સવારે 6નો સુધીનો વરસાદ
જિલ્લા ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે 6 થી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં ઉમરપાડા 15 મીમી,ઓલપાડ 18 મીમી,કામરેજ 40 મીમી,બારડોલી 14 મીમી,મહુવા 65 મીમી,માંગરોળ 15 મીમી,માંડવી 49 મીમી અને પલસાણા 77 મીમી વરસાદ પડ્યો આમ સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકાને બાદ કરતાં ગુરુવારની રાત્રિ દરમિયાન જિલ્લામાં મેઘ મહેર થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.