ચુકાદો:સોનગઢમાં યુવક પર હુમલો કરનારા બેને 7 વર્ષની સજા

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2019 માં બનેલી ઘટનાનો ચુકાદો

સોનગઢ તાલુકામાં વર્ષ 2019માં યુવકને આંતરી ઘાતકી હુમલો કરવાના પ્રકરણ કોર્ટે બંને આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે. ગત 24.7.19 ના રોજ સોનગઢમાં રહેતા અને તત્કાલીન તાપી જિલ્લા વીએચપી પ્રમુખ નિલેશભાઈ ચંદ્રાત્રે રાત્રીના 8.40 પોતાની બાઈક લઈ પેટ્રોલ પુરાવવા જવા નીકળ્યા હતા. દરમિયાન ઇસ્લામપુરા નજીક ફોર વહીલ ગાડીમાં અબ્દુલ રઉફ આયુબ પઠાણ અને પીરમહમદ તાજ મહમદ પઠાણ (બંને રહે સોનગઢ) આજે તને પતાવી દેવાનો છે. તેમ કહી લાકડી અને હોકી સ્ટીક વડે હુમલો કર્યો હતો.

જે બનાવ સોનગઢ પોલીસ મથકમાં નોંધાયો હતો. જે કેસ વ્યારા ખાતે તાપી જિલ્લાના એડિશનલ સેશન્સ નામદાર જજ વી. એ .બુદ્ધની કોર્ટમાં ચાલી જતા જજ દ્વારા સરકારી વકીલ રમેશભાઈ ચૌહાણ ની ધારદાર રજૂઆતો અને પૂરતા પુરાવા ને ધ્યાનમાં રાખીને બંને આરોપી અબ્દુલ રઉફ પઠાણ અને પીર મોહંમદ ઉર્ફે પીર તાજ મહમદ પઠાણ (સોનગઢ ) ને ઈપીકો કલમ 307 .323.114 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી જેમાં ઇપીકો 307 મુજબ ના ગુના માં સાત વર્ષની સજા અને દરેકને 10 હજારનો દંડ તેમજ ઇ.પી.કો કલમ 323 મુજબ ત્રણ માસની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...