કાર્યવાહી:કોસમાડા ફાર્મહાઉસમાં સીલ કરેલો સામાન ચોરી કરી વેચવા જતાં બે ઈસમો ઝડપાયા

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ડિસેમ્બરમાં ફાર્મ હાઉસમાં ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતાં ઝડપાયા હતા

કામરેજ તલુકાના કોસમાડા ફાર્મહાઉસમાં ગત ડિસેમ્બર માસમાં પોલીસે રેડ કરી બાયોડીઝલના ગેરકાયદે ધંધાનો વેચાણમાં ઉપયોગ લેવાતો સામાન કબ્જે કરી કામરેજ પુરવઠા અધિ.ને સોપ્યોં હતો. જે સીલ કરલો સામાન ચોરી કરી મહિન્દ્રા પીક અપમાં સાયણ તરફ વેચવા જતાં કામરેજ પોલીસે ઝડપી લઇ 3,64,500રૂપિયાનોં મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કામરેજ તાલુકાનાં કોસમાડા ગામે આવેલ જાનકી વન ફાર્મ હાઉસમાં ગેેરકાયદે બાયોડીઝલનાં ધંધા પર કામરેજ પોલીસેે તા.28-12-2021 રેડ કરી આવશ્યક ચીજ વસ્તુ ધારા ૩- ૭- ૧૧ હેઠળ ગુનો દાખલ કરી કામરેજ પુરવઠા અધિકારીએ સીલ માયુ હતું. જે સીલ તોડી અજાણ્યા ઇસમો માલ સામાન ચોરી કરી લઇ ગયા હતા. જેે અંગે કામરેજ પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો.

જે ગુનાનાં આરોપીઓનેે શોધી કાઢવા કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ બી ભટોળે સૂચનાંં આપતાં કામરેજ પોલીસનાં માણસોને બાતમી મળેલ હતી કે “ બે ઇસમો મહિન્દ્રા પિક અપ ગાડી નં (GJ- 05 BX- 9901)માં ચોરીનો માલ સામાન લઇ રંગોલી ચોકડીથી સાયણ તરફ જનાર છે. જે બાતમીથી બંને ઇસમોને ઝડપી લઇ પીક અપની તલાશી લેતા ચોરી કરેલો સામાન મળી આવ્યો હતો.

જપ્ત કરેલ મુદ્દામાલ
રીફલીંગ મશીન કિં 80,000 રૂપિયા, મોટર કિં 10,000, બેે પ્લાસ્ટીક પાઇપ, લીવ ફાસ્ટ કંપનીનું ઇન્વટૅર કિં 10,000, ફ્લેશ કંપનીની બે બેટરી કિં 14,000, મહિન્દ્રા બોલેરો પીક અપ કિ. 2,50,000, એક મોબાઇલ કિં 500 મળી 3,64,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બંનેની અટક કરી હતી.

પકડાયેલા આરોપીઓ

  • રવિ રંગલાલ ખટીક (23) (રહે. વિજયનગર વેડ રોડ કતારગામ સુરત મુળ રહે. રાજસ્થાન)
  • કાલુરામ લક્ષ્મણ ખીચી (32) (રહે. 164 વિજય નગર વેડ રોડ કતારગામ મુળ રહે. કાંકરવા ગામ તા ભોપાલસાગર જી ચિતોડગઢ રાજસ્થાન)
અન્ય સમાચારો પણ છે...