ફરિયાદ‎:ગરીબ લારી વાળાને 15 હજાર આપીને 65‎ હજાર વસૂલી જાનથી મારવાની ધમકી‎

સોનગઢ‎7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢમાં વ્યાજખોરોનો ભારે આતંક ‎,પોલીસવડાને ફરિયાદ‎

સોનગઢ બાપા સીતારામ નગરમાં‎ ગયાશંકરભાઈ પ્રજાપતિ પત્ની‎ અને ત્રણ બાળકો સાથે રહે છે.‎ ગયાશંકર દેવજીપૂરા સિંગપુર રોડ‎ પર ફ્રુટની લારી ચલાવે છે. ગત‎ વર્ષે વ્યાજ વટાવનો ધંધો કરતાં‎ સોનુ ગિરધારી લાલ ગુપ્તા પાસે‎ પંદર હજારની રકમ માગી હતી.‎ સોનુએ રૂપિયા 15,000 આપ્યાં‎ પણ સ્ટેમ્પ પેપર પર 50,000નું‎ લખાણ બનાવી તેમની સહી કરાવી‎ હતી. ફરિયાદીએ સોનુને પૂછતાં‎ તેણે જણાવ્યું કે તું ભવિષ્યમાં રકમ‎ પરત ન આપે તો કોર્ટ અને વકીલ ‎ ‎ ખર્ચ પેટે વધારાની રકમ લીધી છે. ‎ ‎

થોડા સમય બાદ ફરી બીજા ‎ ‎ 10,000ની રકમ ગયાશંકર એ‎ લીધી હતી. સોનુ દર અઠવાડિયે ‎ ‎ 1400 વ્યાજ વસૂલ કરતો હતો. ‎ ‎ અરજદારે લીધેલી રૂપિયા‎ 25,000ની રકમ સામે કુલ 65000 ‎ ‎ ચૂકવી દીધા હોવા છતાં હેરાન કરે‎ છે. તેમણે જિલ્લા પોલીસ વડાને‎ કરેલ અરજ માં જણાવ્યું છે કે મુદ્દલ ‎ ‎ અને વ્યાજ ચૂકવી દીધું હોય વ્યાજ ‎ ‎ ખોર પાસે થી સ્ટેમ્પ પેપર નું લખાણ ‎ ‎ અને ચેક પરત મેળવી અપાવવા‎ માટે વિનંતી કરી હતી.‎

6 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજની માંગણી‎
બીજા એક અરજદારે ચાટ બજારમાં નાસ્તાની લારી ચલાવતાં‎ નારાયણ પાટિલ પાસે પાંચ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા‎ હતાં અને તેણે પણ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ચેક લઈ‎ રૂપિયા આપ્યાં હતાં. આ નાણાં પેટે પ્રવીણભાઈ પાટિલ મારફત‎ હમણાં સુધી રૂપિયા છ લાખ ચૂકવી દીધા હોવા છતાં તે પણ‎ લારી ચલાવતાં ફરિયાદી ને ખોટી રીતે ધમકી આપી હેરાન કરતો‎ આવ્યો છે.

આમ નગરના આ બંને વ્યાજ વાદીઓ દ્વારા ગરીબ‎ અરજદાર પાસે મુદ્દલ વસૂલી લીધું હોવાં છતાં વ્યાજ પેટે‎ વધારાના નાણાંની પઠાણી ઉઘરાણી કરવામાં આવતાં એક સમયે‎ ગયાશંકરભાઈ એ આપઘાત કરવાનું મન બનાવી લીધું હતું,‎ પણ પત્ની અને બાળકોનો વિચાર આવતાં તેઓ હાલ અટકી‎ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...