તસ્કરી:વાલોડ- બારડોલીના બોર્ડરના ગામોમાં 30થી વધુ ખેતરોમાંથી સાધનોની ચોરી

વ્યારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્યાદલા ,માણેકપુર ,ઉવા સહિત  વિવિધ ગામોમાં ચોર ટોળકી  દ્વારા કરવામાં આ‌વેલું નુકસાન. - Divya Bhaskar
સ્યાદલા ,માણેકપુર ,ઉવા સહિત વિવિધ ગામોમાં ચોર ટોળકી દ્વારા કરવામાં આ‌વેલું નુકસાન.
  • સિંચાઈની મોટર, કેબલ, પાઇપ અને ઓઇલ ચોરતી ગેંગનો આતંક
  • ચોરી વખતે તસ્કરો ખેતરના અન્ય સામાનમાં પણ તોડફોડ કરી જતાં નુકસાનીમાં વધારો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સ્યાદલા ગામમાં તેમજ સુરત જિલ્લા બારડોલી તાલુકામાં આવેલા માણેકપુર અને ઉવા સહિત આજુબાજુના ગામમાં છેલ્લા એક સપ્તાહમાં 30 થી વધુ ખેડૂતોના ખેતરોમાં મોટર અને કેબલ ,ઓઇલ સહિત પાઇપ થયેલી ચોરીને કારણે ખેડૂતોમાં ભારે મુશ્કેલી વધી ગઈ છે. સુરત અને તાપી જિલ્લાની પોલીસ દ્વારા આવા માટે ગંભીરતા દાખવી આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ કરાવી ખેડૂતોને નુકસાન કરતા અટકાવે એ જરૂરી બન્યું છે.

તાપી જિલ્લાના વાલોડ અને સુરત જિલ્લાની બોર્ડરના ગામોમાં ખેતીવાડી માં ચોરીની ઘટના વધી છે. સ્યાદલા ગામ અને સુરત જિલ્લાના બારડોલી ના માણેકપુર અને ઉવા ગામમાં છેલ્લા એક અઠવાડ િયાથી ખેડૂતની મુશ્કેલીઓ વધારો કરી દીધો છે. હાલ ઉનાળાના સમય છે પાણીની ખૂબ જ જરૂરિયાત છે તેવા સમયે 30 થી વધુ ખેડૂતોના ખેતરોએ ચોર ટોડકીઓએ ભયનો માહોલ ઉભો કરી દીધો છે. એક સપ્તાહમાં સ્યાદલા, માણેકપોર અને ઉવા સહિત પંથક માં 30 જેટલા ખેડૂતોના ખેતરોમાં કેબલ મોટર અને પાઇપો ચોર ટોળકી એ આતંક મચાવી દેતા ખેડૂતોને ભારે નુકસાનીમાં મૂકી દીધા છે.

નાની નાની ચોરીઓ હોવાને કારણે ખેડૂતો પોલીસમાં ફરિયાદ આપવાનો ટાળી રહ્યા છે. પરંતુ ચોરીનો ત્રાસ ખૂબ જ વધી જતા ગ્રામજનો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતોના મારફતે પોલીસમાં જાણ કરાવી રહ્યા છે. બારડોલી ગ્રામ્ય પોલીસ અને વાલોડ પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દેવાના ચોરોને પકડે એવી માંગ ઉઠવા પામી છે.

ઉનાળા ટાણે જ સિંચાઇ સિસ્ટમ ખોરવાતા હાલાકી
ઉનાળાના કારણે પાણી સમયસર ન મળતા પાક સુકાઈ રહ્યો છે તેની સાથે ચોરો દ્વારા નુકસાની કરી ખેડૂતોને ડબલ મુશ્કેલી વધારી દીધી છે. ચોરો દ્વારા પાઇપો અને કેબલો, ઑઈલ ને ચોરી કરવા માટે ખેડૂતોને અન્ય સામાનો નુકસાન કરી રહ્યા છે. કેટલાય મોટર સાથે જોડાયેલા પાઈપો તોડી નાખ્યા છે. કેટલાય સ્થળોએ પાણીના પાઈપો અને ફર્યુઝ બોક્ષ તોડી નાખતાં નુકસાની માં વધારો કરી નાખ્યો છે. હાલ ઉનાળાના કપરા સમય હોય ખેડૂતો ખેતરોમાં પાણી પીવડાવવા માટે દોડાદોડી કરી રહ્યા હોય તેવા જ સમયે મોટરો બંધ થઈ જતા પાકો સુકાઈ રહ્યા છે.

ચોરોને ડામવા નક્કર પોલીસ કાર્યવાહીની માગ
મઢી આઉટ પોસ્ટમાં લોક દરબાર સમયે લોકોને જાણ કરાતી જ નથી, જેને લઈને પોલીસ સુધી સાચી માહિતી પહોંચતી નથી. લોક દરબાર યોજાતા હોય છે ત્યારે વિવિધ ગ્રામના લોકોને જાણ કરાતી નથી માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોને બોલાવી સબસલામતના દાવા કરાવી દેવાય છે. મઢીના અધિકારીઓએ ગ્રામજનોની પડતી મુશ્કેલીઓની સાચી પરિસ્થિતિ જાણવી હોય તો ગામોમાં લોક દરબાર યોજી પરિસ્થિતિ જાણો તો ખબર પડે.

અન્ય સમાચારો પણ છે...