તસ્કરી:મુસા રોડની સ્માર્ટહોમ રેસીડેન્સીમાં ચોરી, તસ્કરોની અવરજવર CCTVમાં દેખાઈ

વ્યારા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક ઘરમાં પણ ચોરી પરંતુ હજુ શું ચોરી થઇ તે આંકડો બહાર આવ્યો નથી

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં તસ્કરોનો આતંક શમ્યો નથી. ત્યાં તાપી જિલ્લાના વ્યારામાં તસ્કરોનો આગમન થતાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વ્યારાના મુસા રોડ પર સ્માર્ટ હોમમાં ચાર જેટલા તસ્કરો દ્વારા એક ઘર માંથી સોના ચાંદીના મળી 48 હજાર રૂપિયાની ચોરી કરી જતા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. તસ્કરોની અવર જવર સીસીટીવીમાં કેદ થઈ હતી. વ્યારાના મુસા રોડ પર આવેલી સ્માર્ટ હોમમાં પ્રિયંકભાઈ ચૌધરી રહે છે. જેઓ ખેતીના કામકાજ સાથે સંકળાયેલા છે. 30 તારીખને રાત્રે પ્રિયંકભાઈ વ્યારા ખાતે પોતાનું ઘર તાળું મારી બંધ કરીને ડોલવણના પલાસિયા રહેવા ગયા હતા.

દરમિયાન રાત્રે પડોશીઓ દ્વારા ફોન કરી ઘરનો દરવાજો ખુલ્લો હોય ઘરમાં સામાન વેર વિખેર છે એમ જણાવતા પ્રિયંકભાઈ વ્યારા આવ્યા હતા. ઘરની અંદર ચેક કરતા તસ્કરો દ્વારા કબાટોના તોડી અને સોનાની વીંટી ચાર નંગ 12000 રૂપિયા, ચાંદીની વીંટી 2000 રૂપિયા, ચાંદીનું બ્રેસલેટ 3000 રૂપિયા, સોનાની બુટ્ટી ત્રણ નંગ 9000 રૂપિયા, ચાંદીના સાંકડા બે નંગ 6000 રૂપિયા, સોનાનું ગણપતિજીનું પેન્ડલ 4,000 સોનાની બુટ્ટી એક જોડ 2,000 સોનાની ચેઈન એક 10,000 મળી કુલ્લે 48,000ની ચોરી કરી ચાર તસ્કરો ફરાર થયા હતા. તસ્કરોની અવર-જવર સીસીટીવીમાં કેદ થઈ હતી. જે બાદ તસ્કરોએ પાછળની સોસાયટીના ઘરમાં પણ ચોરી કરી હતી જો કે ત્યાં કેટલું ચોરી થયું તે અંગે આંકડો બહાર આવ્યો ન હતો.

ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા
વ્યારા નગરમાં સ્માર્ટ હોમ રેસિડેન્સીમાં સીસીટીવી ફિટ કર્યા હોય ચાર જેટલા વ્યક્તિઓ રાત્રિ દરમિયાન શંકાસ્પદ અવરજવર કરતા સીસીટીવીમાં કેદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...