ચોરી:યુવકને ચક્કર આવતા સૂઇ ગયો ને કાગળિયા સહિત બાઇક ચોરાઈ

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના બેડકુવા નજીક રાત્રિના યુવક સાથે બનેલો બનાવ

વ્યારા તાલુકાના બેડકુવાનજીક ગામની સીમમાં આવેલ હેપ્પી હોમ્સ રેસિડેસન્સી સામે આવેલા વ્યારા- ખેરવાડા રોડ કિનારે ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં રાત્રીના અરસામાં સોનગઢનાં ધજંબાનો યુવકની હિરો સ્પેલેન્ડર મોટર સાયકલ સાથે તેમાં મુકેલ મોબાઇલ, પર્સ અને અન્ય ડોક્યુમેન્ટની નકલો, બે ATM કાર્ડ સહિતનો તમામ મુદામાલ કિ.રૂ. 25 હજારના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાશી જતાં કાકરાપાર પોલીસે ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત 2 તારીખે સાંજનાં આશરે સાડા નવેક વાગેનાં અરસામાં સોનગઢ તાલુકાના ધજંબા ખાતે રહેતો યુવક હિરેન છોટુ ચૌધરી નોકરી ઉપરથી મો.સા.નં. GJ 26 P 2455 ઉપર પોતાના મિત્ર હિરલ ગામીત સાથે બોરખડી ગામે લગ્ન પ્રંસગમાં જવા માટે નીકળ્યાં હતાં.

લગ્ન પ્રંસગમાં થોડો સમય રોકાઇ તા.3.5.22 ના રોજ મધ્યરાત્રીએ હિરલને કલેકટરનાં બંગલે ઉતાર્યો હતો. ત્યાર બાદ મો.સા. લઇને પોતાનાં ઘરે જતો હતો પરંતુ બેડકુવા નજીક ગામે હેપ્પી હોમની સામે આશરે સવા બે એક વાગ્યાનાં અરસામાં તેને અચાનક ચક્કર આવતાં મો.સા. હેપ્પી હોમની સામે રોડ કિનારે ઝાડ પાસે ઉભી રાખી મોબાઇલ તથા પર્સ મો.સા.નાં આગળની ખોપરીમાં મુકી દિધા હતા. પર્સમાં એક SBI તથા BOB બેંક ATM કાર્ડ તથા ઓફીસનું આઇકાર્ડ તથા મો.સા.ની આર.સી બુક, ડ્રાઇવર લાઇસન્સ ડુપ્લીકેટ હતું. તે મુકી ઝાડ નીચે ઉંધી ગયો હતો.

સવારનાં આશરે પાચેક વાગે ઉઠીને જોતાં મો.સા. જ્યા પાર્ક કરેલી ત્યાંથી ગાયબ હતી. હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા.નં. GJ 26 P 2455 કિ.રૂ. આશરે 20હજાર, મોબાઇલ રૂ. 5 હજાર, પર્સ અને તેમાં રહેલ જુદા જુદા ડોક્યુમેન્ટની નકલો તથા ATM મળી કુલ્લે કિંમત રૂ. 25000 ના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાસી ગયો હતો. હિરેનની ફરિયાદનાં આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ વિરુદ્ધ કાકરાપાર પોલીસમાં ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...