ધરપકડ:11 વર્ષથી વોન્ટેડ આરોપીને વ્યારા SOGએ પકડી લીધો

વ્યારા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા ખાતે કાર્યરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે વ્યારામાં આબિયાથી નવસારી વિસ્તારનો 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લા SOGના પીઆઈ એચ.સી.ગોહિલએ સ્ટાફને સૂચના આપી જે અતર્ગત હે કો. દાઉદભાઈ, પો.કો વિપુલભાઈ, દિગ્વિજયસિંહ રાઠોડ, ધનંજયભાઈ વ્યારા પોલીસના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડ અને ધનંજયભાઈને સયુંકત રીતે મળેલ બાતમીના આધારે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નંબર 114/2011 ઈપીકો 406, 420 અને 114 મુજબના ગુનાના છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિલીપભાઈ ચૌધરી (ઉ.વ.48) રહે,આમ્બીયા ગામ માજી સરપંચ ફળિયું-વ્યારાને તેના ઘરેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આમ તાપી જિલ્લા SOGએ જિલ્લાના ચીખલી પોલીસમાં નોંધાયેલા ગુનાનો 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પા્ડયોયો હતો.

અન્ય સમાચારો પણ છે...