ધરપકડ:સબમર્સીબલ મોટર, બેટરી સહિત મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો

વ્યારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાથી પકડાયેલા ઇસમ પાસેથી 62 હજારનો મુદ્દામાલ જપ્ત

તાપી જિલ્લા એલસીબી એ વ્યારા વેગી ફળિયામાં રહેતા શખ્સને ઉનાઈ નાકા પાસેથી બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડી 62000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાપી એલસીબી પીઆઇ આર. એમ. વસૈયાના મળેલી બાતમીના આધારે વ્યારા- ઉનાઈ નાકા પરથી એક ઈસમ પોતાની બ્લ્યુ કલરની એક્ટીવા મોપેડ ઉપર ચોરીની સબ મર્સીબલ મોટર લઇ પસાર થનાર છે.

જે આધારે એલસીબીના વિવિધ સ્ટાફને ચેકીંગમાં મોકલ્યા હતા. જે દરિમયાન શકમંદ વ્યક્તિ વિશાલ સંજય ચૌધરી (29)(રહે. વ્યારા, વેગી ફળીયા, અંબાજી મંદિરની પાછળ તા.વ્યારા જી.તાપી)ને પકડી તપાસ કરતા તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબીએ પકડાયેલ વ્યક્તિના કબજામાંથી વિવિધ સમાન કબ્જે લીધો હતો.જેમાં સબમર્સીબલ મોટર આશરે કિ.રૂ. 9000 તથા મોપેડ નં. (GJ-26-AD-5064) કિ.રૂ.35000, સનરાઇઝ કંપનીનો ઇલેક્ટ્રીક વજન કાંટો કિ.રૂ.6000 તથા એમેરોન કંપનીની ચાર નંગ બેટરી 12000 મળી કુલ્લે 62000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને એલસીબીએ CRPC કલમ-41(1)ડી મુજબ તા.7/11/2022ના રોજ અટક કરી પોલીસને સોંપતા ગુનો ઉકેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...