નગરજનોમાં રોષ:મીંઢોળા નદીની સાફ સફાઇના અભાવે ‘સ્વચ્છ વ્યારા સુંદર વ્યારા’નું સૂત્ર અયોગ્ય

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર નજીક પસાર થતી મીઢોંળા નદીમાં જળ કુભી અને લીલી સેવાળ વધી છતાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
વ્યારા નગર નજીક પસાર થતી મીઢોંળા નદીમાં જળ કુભી અને લીલી સેવાળ વધી છતાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે.
  • દુર્ગંધને કારણે હાલ રિવર ફ્રન્ટની મુલાકાત લેવાનું લોકો ટાળી રહ્યા છે

વ્યારા નગરમાં મીંઢોળા નદી કિનારે 27 મે 2018ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે 4 કરોડનો સુવિધાસભર રિવરફ્રન્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ નદીમાં ગંદકીની સફાઈ કરવામાં શાસકોની બેદરકારીના કારણે હરવા ફરવાનું સ્થળ બિનઉપયોગી બન્યુ છે.

નદીમાં જળકુંભી, લીલ, સેવાળ અને ગંદકીના કારણે રિવરફ્રન્ટ પર દુર્ગંધને કારણે નગરજનોમાં રોષ છે. કરોડોનો ખર્ચ કરી નગરજનો માટે સરકારે સુવિધા ઉભી કરી પરંતુ શાસકોની બેદરકારી ને કારણે રિવરફ્રન્ટ નર્કાગાર સમાન બની છે. હાલ રિવર ફ્રન્ટની મુલાકાત લેવાનું લોકો ટાળી રહ્યા છે.

વ્યારામાં રિવર ફ્રન્ટમાં વિવિધ સુવિધા તેમજ બાળકોને રમવાના સાધનોના કારણે આકર્ષણનું કેન્દ્ર બનતા સહેલાણીઓ મુલાકાતે આવતા હતા. પરંતુ હાલ રિવરફ્રન્ટની બાજુમાં મિઢોળા નદીમાં સાફસફાઈના અભાવે ગંદકી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

પાલિકાના શાસકોએ નદીની સમયસયર સફાઈ કરવામાં ઢીલ અપનાવતા નગરજનોના હરવા ફરવા માટેના હેતુથી બનેલ રિવરફન્ટ નદીમાં ગંદકી ભર્યો માહોલ હોવાથી નર્કગર સમાન બન્યો છે. રિવર ફ્રન્ટની મુલાકાત લેવા આવતા લોકો રોષે ભરાઈ પરત ફરવાની નોબત આવી છે. લોકમાતા મિઢોળા નદીમાં રિવરફન્ટનો કિનારો સાફસફાઈના અભાવે સ્વચ્છ અને સુંદર વ્યારાના સૂત્રને લાંછન લાગી રહ્યું છે.

નદીમાં સાફ સફાઇના અભાવે અંદર મૂકેલા રંગબેરંગી ફુવારા પણ શોભાના ગાંઠિયા
રિવર ફ્રન્ટમાં વોકવે, ગાર્ડન બાળકો માટે રમવા વગેરે સુવિધાથી સજ્જ હોવાથી સુરત અને તાપી જિલ્લા સહીતના લોકો માટે હરવા ફરવા લાયક સ્થળ બન્યું હતું. વર્ષમાં અંદાજિત 25,000 સહેલાણીએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. પરંતુ સફાઈ અભાવે ગંદકી થતાં રિવરફ્રન્ટની શોભા બગાડી છે. મીંઢોળા નદીમાં સાફ સફાઇના અભાવે અંદર મૂકેલા રંગબેરંગી ફુવારા શોભાના ગાંઠિયા બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...