રાજકારણ ગરમાયું:વ્યારા માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતાં પ્રશ્ન ઉકેલાયો

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનપુરામાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું હતું
  • સમસ્યા ઉકેલાતા રહિશોએ બેનરો હટાવી લીધા

વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ થયા ન હોવાની સાથે વિકાસના કામો થતા ન હોવાનું સ્થાનિકોએ જણાવી ગત 14.11.22એ ચૂંટણી બહિષ્કારના બેનરો ઠેર ઠેર લગાવ્યા હતા. રાજકીય પક્ષના આગેવાનોએ કુંભારવાડમાં મત માટે પ્રવેશ ન કરવાનો જણાવી દેતા વ્યારા નગરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો હતો, જે બાબતે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવી જતા બેનરો કાઢી નાખતા રાજકીય પક્ષો માટે રાહત થઇ હતી.

વિવિધ ચૂંટણીઓ સમયે નેતાઓ દ્વારા સ્થાનિકોને વિકાસના કામો તેમજ તેમના નડતર પ્રશ્નો દૂર કરવાની આશ્વાસનો આપે છે. પરંતુ સમયસર નિરાકરણ ન થતા ચૂંટણી સમયે પ્રજાજનો પ્રશ્નોની યાદ રાખી વિરોધ પ્રદર્શન કરે છે. વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં કુંભારવાડમાં વિવિધ પ્રશ્નો બાબતે સ્થાનિકો અને નગરના આગેવાનો સાથે અવર નવાર બેઠક થઈ હતી.

જેમાં તેમના વિવિધ પ્રશ્નો દૂર કરવા બાબતે રજૂઆતો કરાય છે. પરંતુ કુંભારવાડમાં પડતર પ્રશ્નોના નિરાકરણ ન થતા જેને લઈને પ્રજાપતિ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી હતી. ગત 14.11.22 શનિવારના રોજ વહેલી સવારથી પ્રજાપતિ સમાજના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં કુંભારવાડ ખાતે ઉપસ્થિત થયા હતા અને તેમણે ચૂંટણી બહિષ્કારના બેનર લગાડી દીધા હતા.

જેમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસના કાર્યો થયા નથી તેમ જ અમારા વિસ્તારના પડતર પ્રશ્નોના આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનોએ કુંભારવાડ વિસ્તારમાં મત માટે પ્રવેશ કરવો નહીં ના બોર્ડ મારી દીધા હતા, જે બાબતે રાજકીય પક્ષ દ્વારા સ્થાનિકો સાથે બેઠકો યોજી પડતર પ્રશ્નોના નિરાકરણ કરી દેવા પગલે સ્થાનિકોમાં રાહત થઈ હતી અને આજરોજ કુંભારવાડમાં લાગેલા વિવિધ બહિષ્કારના બેનરો ઉતારી લેતા આખરે વિવિધ રાજકીય પક્ષોમાં રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...