વ્યારા ખાતે શ્રીરામ તળાવ નજીક એક્યુપ્રેશર પાર્કમાં આઠ મહિનાથી દરવાજો તૂટી જતા રખડતા પશુઓનો સામ્રાજ્ય વધી જવાની સાથે ત્યાં સાફ-સફાઈના અભાવે ગંદકીનો થર જામી રહેતા આ એક્યુપ્રેશરમાં આવતા મુલાકાતીઓમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. વ્યારા પાલિકા દ્વારા એક્યુપ્રેશર પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં વિવિધ સુવિધાઓ પાણીમાં એક્યુપ્રેસર વોકિંગ, ઓક્સિજન આપતા ઝાડો, એક્યુપ્રેસર રસ્તા બનાવી સવાર સાંજ આવતા સહેલાણીઓ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું.
પરંતુ નગરપાલિકા દ્વારા પૂરતું ધ્યાન ન અપાતા એક્યુપ્રેશર પાર્ક તરફ જવાના રસ્તા ઉપર મૂકવામાં આવેલો દરવાજો આઠ માસથી તૂટી જવા છતાં તેને રીપેર કરાવવામાં આવ્યો નથી, જેને લઈને રખડતા પશુઓ અંદર ઘૂસી જાય છે. જેથી સવાર સાંજ ચાલવા આવતા સહેલાણીઓમાં મુશ્કેલી પડે છે. બીજી તરફ આપ પાર્કમાં સાફ-સફાઈનો સદંતર અભાવને કારણે ગંદકીનો જમાવડો થઈ જતા પાર્કમાં ચાલવા આવતા લોકોએ નાક બંધ કરી અથવા નાક પર રૂમાલ બાંધીને પસાર થવું પડવા એવી પરિસ્થિતિ ઊભી થઈ જતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.