સળિયાને રીપેર કરાવવા માગ:મીંઢોળા નદીનો જૂના પુલના સળિયા દેખાવાની સાથે ખાડાથી અકસ્માતને આમંત્રણ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાજીપુરાથી મઢીને જોડાતા સ્યાદલા ગામના મીંઢોળા બ્રિજ પર સળિયા ઉખડી ગયા. - Divya Bhaskar
બાજીપુરાથી મઢીને જોડાતા સ્યાદલા ગામના મીંઢોળા બ્રિજ પર સળિયા ઉખડી ગયા.
  • વાલોડ તાલુકાના સ્યાદલામાં ત્રણ વર્ષ પહેલાં પુલ બનાવાયો હતો

ભાસ્કર ન્યૂઝ | વાલોડ તાલુકાના સ્યાદલા ગામની ઉપર આવેલ મીંઢોળા નદીનો જૂનો પુલ દર વર્ષે પાણી ભરાઈ જવાને પગલે વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો, જેને લઈને અંદાજિત ત્રણ વર્ષ પહેલાં માર્ગ મકાન વિભાગ દ્વારા નવા બ્રિજનું નિર્માણ કર્યું હતું, પરંતુ આ બ્રિજમાં કામગીરીમાં વેઠ ઉતારવાના પગલે થોડા જ વર્ષોમાં ઉપરના સળિયાઓ દેખાઈ જતા તેમજ ઠેર ઠેર ખાડાઓ પડી જવાને કારણે વાહન ચાલકો માટે વાહનો મુશ્કેલી ભર્યું બન્યું છે. તાપી જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી વાહન ચાલકોને વધુ નુકસાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે પૂલ ના ખાડાંને અને સળિયાને રીપેર કરાવે એવી જાગૃત નાગરિકોની માગ ઉઠી છે. તાપી જિલ્લાના બાજીપુરાથી વાયા સ્યાદલા થઈને મઢી ગામને જોડતા વાપી શામળાજી હાઇવે પર અંદાજિત ત્રણ વર્ષ પહેલા નવા બ્રિજનું નિર્માણ કરાયું હતું. ત્રણ વર્ષમાં જ આ બ્રિજ પર કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાનું બહાર આવી રહ્યું છે. અત્યંત મહત્વના ગણાતા મીંઢોળા નદીના આ બ્રિજને ઊંચો બનાવવાની કારણે વાહન ચાલકોને સુવિધામાં વધારો થયાની આશા થોડા વર્ષમાં જ ઠગારી નીવડી ગઈ છે. શામળાજી હાઇવે પરના વાહન ચાલકો સહિત સ્યાદલા, માણેકપુર, ઉવા સહિતના વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણાતા નવા પુલની ઉપર હાલ ઠેર ઠેર ખાડાઓ પડી જવાની સાથે સળિયાઓ પણ દેખાવા લગતા પુલ પરથી પસાર થતા વાહન ચાલકો માટે અકસ્માતને આમંત્રણ આપનારા બની ગયા છે. હાલ વરસાદની સિઝનના કારણે ખાડાઓમાં પાણી ભરાયા હોય જેને લઈને વાહન ચાલકોને ખાડાની ઊંડાઈનો ખ્યાલ આવતો નથી અને સ્પીડમાં આવતા વાહન ચાલકો ખાડામાં પડે અને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે માર્ગ મકાન વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવે અને તાકીદે પુલ પરના ખાડા પુરાવી અને પુલ ની મજબૂતાઈ પણ ચેક કરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. આ અંગે માર્ગ મકાન સ્ટેટ વિભાગ અધિકારી સાગરભાઈ કાનાડે સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેમના પુલ પર તાત્કાલિક કામગીરી માટે જોવડાવી લેશેનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...