વિદ્યાર્થીઓમાં ઉત્સાહ:તાપીનું 54.97 % પરિણામ A-1 ગ્રેડમાં એક પણ નહીં, 5 વિદ્યાર્થી A2 અને 31 વિદ્યાર્થી B1 ગ્રેડ મેળવવામાં સફળ

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વહીરા રુશાંત ઈમ્તિયાઝ - Divya Bhaskar
વહીરા રુશાંત ઈમ્તિયાઝ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ રાજ્યના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 54.97 ટકા પરિણામ આવ્યું છે. તાપી જિલ્લા ખાતે A 1-00, A 2- 05, B1 -31, B2 -84, C1 179, C2 172 , D 43, E 1 00 આવ્યા હતા.

મેઘા મનહર પટેલ
મેઘા મનહર પટેલ

તાપી જિલ્લા ખાતે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર સવારથી જ પરિણામ જોઈ લીધું હતું. બપોરે સુધીમાં તમામ સ્કૂલમાં પણ પરિણામ આવી ગયા હતા. તાપી જિલ્લા ખાતે સરકારી શાળા, નોન ગ્રાન્ટેડ અને ગ્રાન્ટેડ શાળામાં કુલ 935 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પેકી 506 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું પરિણામ 54.97 ટકા આવ્યું હતું. જિલ્લામાં એક પણ વિદ્યાર્થી A 1 કેટેગરીમાં ન આવતા તાપી જિલ્લાના શિક્ષણ સમાજમાં નિરાશા વ્યાપી ગઈ હતી, જયારે A2 ગ્રેડમાં 5 વિદ્યાર્થી આવ્યા હતા.

ફરદીન ફિરોઝ કુરેશી
ફરદીન ફિરોઝ કુરેશી

પરીક્ષાના 2 મહિના પહેલેથી ફોનનો ઉપયોગ બંધ
વ્યારાની જે બી એન્ડ એસ.એ.શાળામાં અભ્યાસ કરતા સોનગઢના ફરદીન ફિરોઝ કુરેશીએ 85 ટકા સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરી. તાપી જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો છે. તેના જણાવ્યા મુજબ પરીક્ષામાં પ્લાનિંગ મુજબ અભ્યાસ કરવો પડે. શાળાના પ્રથમ દિવસથી થોડું થોડું વાંચન અને લેખન ચાલુ કરી દેવું પડે છે. પરીક્ષા પહેલા રોજના 6 કલાક અભ્યાસ કરતો હતો. તેમજ છેલ્લા બે મહિના સોસીયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ બંધ કર્યો હતો. પરિવાર દ્વારા સતત પ્રોત્સાહન મળતા આજે આ સફળતા મળી છે.

સવારે 4 વાગ્યાથી વાંચન શરૂ કરતી
વ્યારા ખાતે રહેતી અને જેબી એન્ડ એસ એમાં અભ્યાસ કરતી મેઘા મનહર પટેલ 85.07% સાથે તાપી જિલ્લામાં બીજા ક્રમે આવી છે. મેઘાના જણાવ્યા મુજબ તેણે મોબાઈલ નો ઉપયોગ બંધ કર્યો હતો અને રોજ સવારે 4 વાગ્યેથી વાંચન શરૂ કરી દેતી હતી.

રિક્ષાચાલક પિતાનો સંતાન ઝળક્યો
જિલ્લામાં A2 કેટેગરીમાં ત્રીજા સ્થાને આવેલા વહીરા રુશાંત ઈમ્તિયાઝના પિતા રીક્ષા ચલાવે છે. જણાવ્યું કે રોજ 4થી 5 કલાક નું નિયમિત વાંચનના કારણે પાછળથી મુશ્કેલીઓ પડતી નથી. સમય મળે એટલે ચાલવા અને ફરવા માટે પણ શિડયુલ બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...