સૂચના:તાપીની 798 પ્રા.શાળા, 1049 આંગણવાડી 2 દિવસ માટે બંધ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદમાં શિક્ષણ પણ ધોવાયું

તાપી જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાની સાથે વિવિધ રસ્તાઓ પણ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવાયા છે. સમગ્ર જનજીવન અસરગ્રસ્ત થયું હોય તેવા સમયે તાપી જિલ્લા ડીડીઓ દ્વારા તારીખ 12 અને 13 ના રોજ તાપી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા માટે સૂચના આપી દીધી હતી જેને લઈને વાલીઓમાં રાહત થઈ હતી.તાપી જિલ્લામાં વિવિધ નદીઓમાં ઘોડાપૂરના કારણે કેટલાય માર્ગોનું બંધ કરી દેવાયા છે. હજી પણ વરસાદની આગાહી હોય જેને લઈને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક બાબતે કામગીરી હાથ ધરાઈ રહી છે.

તાપી જિલ્લા દ્વારા હવામાન ખાતાની 12 અને 13 જુલાઈની આગાહીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લામાં આવેલા વ્યારા ,વાલોડ, સોનગઢ ,ઉચ્છલ, નીજર ,કુકરમુંડા ની અંદાજિત 798 થી વધુ પ્રાથમિક શાળાઓને 12અને 13 જુલાઈ બે દિવસ માટે બંધ કરાઇ છે. જ્યારે તાપી જિલ્લાની 1049 જેટલી આંગણવાડીઓના પણ બે દિવસ માટે બંધ રાખવાની સૂચના આપી દેવાઇ હતી.

વરસાદની આગાહીને પગલે અગમચેતી
હવામાન ખાતાની તા. 12 અને 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અગમચેતીના ભાગરૂપે તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. - ડી. ડી. કાપડીયા, ડીડીઓ, તાપી

અન્ય સમાચારો પણ છે...