કામગીરી:તાપી જિલ્લો સતત 3 માસથી સીએમ ડેસ્ક બોર્ડમાં અવ્વલ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી યોજનાની અમલવારી અંગે દેખરેખ રાખતાં CM કાર્યાલયના રેન્કિંગમાં તાપી મોખરે

સરકારની દરેક લોક હિતકારી યોજનાઓનો સંબંધિત વિભાગ દ્વારા નિષ્ઠા પૂર્વક અમલવારી કરવામાં આવે છે કે નહીં, તેની દેખરેખ ભાગરૂપે સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટર કચેરી સાથે સતત સંપર્કમાં રહીને દરરોજ મોનીટરીંગ કરવામાં આવતું હોય છે અને સીએમ કાર્યાલય દ્વારા રેન્કિંગ આપવામાં આવતો હોય છે. જેમાં તાપી જિલ્લા વહીવટી વિભાગ છેલ્લા ત્રણ માસથી તેમની વિવિધ વિભાગોની શ્રેષ્ઠ કામગીરીને પગલે એકથી પાંચ ક્રમમાં રહ્યું છે.

આદિવાસી બહુતુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના સાત તાલુકા આવેલા છે.જેમાં વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકુરમુંડા, ડોલવણ, સોનગઢ આવેલા છે. અન્ય જિલ્લાના માફક તાપી જિલ્લામાં લોક હિતકારી સરકારની વિવિધ 64 જેટલી યોજનાઓ અને કામગીરીનું સતત મોનીટરીંગ મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવતું હોય છે.

લોકોને વહીવટી વિભાગની યોજનાઓ કે કામગીરી સરળતાથી મળી રહે છે કે નહીં તેની ખાતરી બાદ સીએમ કાર્યાલય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓને તેમની કામગીરી અનુસાર રેન્કિંગ આપવામાં આવતું હોય છે. જેમાં તાપી જિલ્લા વહીવટી વિભાગની 64 જેટલી વિવિધ કામગીરીને પગલે સીએમ કાર્યાલય દ્વારા છેલ્લા ત્રણ માસથી એકથી પાંચ ક્રમ આપવામાં આવ્યો છે.

​​​​​​​જેમાં પણ તાપી જિલ્લાના કલેક્ટર એચ.કે.વઢવાણિયાના આગમન પછી તેમના તેમજ જિલ્લાના અધિકારીઓ સતત માર્ગદર્શન અને સંકલન રાખી આયોજન બધ રીતે કામગીરી કરી રહેતા છેલ્લા ત્રણ માસ દરમ્યાન પહેલા ક્રમે તાપી જિલ્લો વિશેષ રહ્યો હોવાને પગલે વહીવટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. સતત તાપી જિલ્લામાં ત્રણ માસથી સીએમ ડેસ્કમાં ટોપ 5માં રેન્ક જાળવી રહેવામાં સફળ રેહયા છે.

64 જેટલા કામોનું નિરિક્ષણ
કોમન્ડ એન્ડ કન્ટ્રોલ યુનિટ દ્વારા જે સીએમ કાર્યાલય ખાતેથી રેન્ક અપાઈ છે. જે ટિમ દ્વારા રાજ્યની તમામ જિલ્લામાં સોંપાયેલી 64 જેટલી વિવિધ કામગીરીની નિરીક્ષણ કરે છે. તેની ખરાઈ કરે છે, જે 64 જેટલી કામગીરીમાં રેવન્યુ, ફૂડ સપ્લાય, જસ્ટિસ સ્કીમ સહિત વિવિધ કામગીરીઓનું મૂલ્યાંકન સહિત 64 કામગીરી સમીક્ષા બાદ રેન્ક અપાઈ છે. જો કામગીરીમાં ઉણપ રહે તો રેન્ક ઓછો થઈ જાય છે.

કામગીરીને લઇ તંત્ર સતર્ક
સરકારની વિવિધ યોજનાઓનો લાભ તાપી જિલ્લામાં તમામ વ્યક્તિઓ સુધી પહોંચે એ માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ સક્રિય છે અને સતત પ્રયત્નશીલ બની કામગીરી કરે છે. - એચ.કે. વઢવાણીયા, કલેકટર, તાપી જિલ્લા

અન્ય સમાચારો પણ છે...