દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:તાપી જિલ્લા પોલીસે છેલ્લા 6 મહિનામાં 57.5 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો, દારૂના કુલ 2332 કેસ નોંધવામાં આવ્યા

તાપી (વ્યારા)17 દિવસ પહેલા
  • દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકો પર કુલ 145 કેસ કરવામાં આવ્યા
  • જિલ્લામાં કુલ દેશી દારૂના 280 કેસ જૂન મહિનામાં દાખલ કરવામાં આવ્યા છે

તાપી જિલ્લા પોલીસને સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષક દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલગરો પર કડક કાર્યવાહી કરવા અવાર નવાર પ્રોહી ડ્રાઇવનું આયોજન કરાતું હોય છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા વિસ્તારમાં છેલ્લા છ માસમાં પ્રોહીબિશનના કુલ 2332 કેસો કરી કુલ 57 લાખ 53 હજાર 845/- રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી દારૂના બુટલેગરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરીના વેચાણના, ભઠ્ઠી/વોશના તથા પીધેલાના કેસો કરવામાં આવ્યા છે, અને તાપી જિલ્લામાંથી પોલીસે દારૂની બદી નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ થતી રહે છે.

ઈંગ્લીશ દારૂના હેરાફેરીના 11 કેસો દાખલ કરવામાં આવ્યા
તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, તાપી પોલીસ દ્વારા ગુજરાત સરકારની જે પ્રોહોબિસન અંગેની કડક અને અસરકારક નીતિને અનુસંધાને તાપી પોલીસ દ્વારા જિલ્લામાં કુલ દેશી દારૂના 280 કેસ જૂન મહિનામાં દાખલ કરવામાં આવેલા છે. ઈંગ્લીશ દારૂના હેરાફેરીના 11 કેસો દાખલ કરવામાં આવ્યા છે, કબજાના કુલ 65 કેસ દાખલ કરવામાં આવેલા છે. દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકો પર કુલ 145 કેસ કરવામાં આવેલા છે અને દેશી દારૂની ભઠ્ઠીના કુલ 12 કેસો કરવામાં આવેલા છે. કુલ 514થી વધારે શોધી કાઢવામાં આવેલા છે અને આ અંગે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવી છેક આદિવાસીના છેવાડાના માનવી સુધી પ્રોહીબિસનની પ્રવુતિ નાબૂદ થાય તે અંગે સુરત રેન્જ, એડિશનલ ડીજીપી, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક તથા અમારી ટીમ દ્વારા સતત આ અંગે લોકોને પણ જાગૃત કરેલી છે અને અમારો દ્વારા પણ આ અંગે કડક અને અસરકારક પરિણામ મળે તેવી દિશામાં દરરોજ અને દિન બર દીન આ કાર્યવાહી નિસ્ત નાબુદ થાય એ અંગેની કાર્યવાહી ચાલુ છે.

તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 6 મહિનામાં દારૂને લઈને કાર્યવાહી: 1 જાન્યુઆરી 2022 થી 30 જૂન 2022

• દેશી દારૂના કુલ 1284 કેસ

• ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા લોકો સામે 95 કેસ

• ઈંગ્લીશ કબ્જે કર્યા હોય તેના 261 કેસ

• દારૂ પીધેલી હાલતમાં મળી આવતા લોકો સામે 583 કેસ

• દારૂના અન્ય 12 કેસ

• દેશી દારૂની ભઠ્ઠીઓના 97 કેસ

તાપી જિલ્લા પોલીસે કુલ 8033 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડયો છે અને તેના 2332 કેસો પોલસે દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂના નોંધ્યા છે. જેની કુલ કિંમત 57 લાખ 53 હજાર 845 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...