સફળ ઓપરેશન:વ્યારા જનરલ હોસ્પિટલમાં ગર્ભાશયમાં રહેલી 9 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન

વ્યારા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંઠ મહિલાના આંતરડા અને મૂત્રાશયની નળી સાથે જોડાયેલી હોય જોખમ હતુ

વ્યારા નગર ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર નૈતિકભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા એક 41 વર્ષની મહિલાની સફળ સર્જરી કરાઈ હતી.મહિલાના પેટમાંથી 9 કિલોની ગાંઠ કાઢી મહિલાને દુખાવાથી મુક્તિ સાથે મહિલાને તદુરસ્ત નવજીવન આપ્યું હતું.

વ્યારા જનરલ હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સંજીવની સમાન બની રહી છે.વ્યારા તાલુકા ના અંતાપુરની મહિલા રીનાબેન માંજરાભાઈ ચૌધરી ઉંમર 42 છેલ્લા 1 વર્ષ થી પેટના દુખાવાની બિમારીથી પીડિત હતા. જેની જરૂરી તપાસ દરમિયાન 7/8 મહિના ગર્ભ જેટલી ગર્ભાશયની ગાંઠ માલુમ પડેલ હતી.

આ અંગે વ્યારા જનરલ ના સિવિલ સર્જન ડો. નૈતિકભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગના નિષ્ણાંત (ગાયનેકોલોજીસ્ટ) ડો. હિમાની દીપકભાઈ ચૌધરી તથા ડો. મુકેશ તુવાર અને સર્જરી વિભાગના ડો. મિતેશ ચૌધરી તથા બેભાન કરવાના ડોકટરો (એનેસ્થેશિયા વિભાગના) તથા ત્રણેય વિભાગના રેસીડન્ટ ડોકટરોની મદદથી 3.30 કલાકની જટિલ સર્જરી કરવામાં આવી છે.આ તબીઓએ જણાવ્યુ હતુ કે, ઓપરેશન દરમિયાન ગાંઠો જોડે આંતરડા તથા મૂત્રાશયની નળી ચોટેલ હતા જે દર્દી માટે ખૂબ જ જોખમ કહેવાય.

વ્યારા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગનો સંપર્ક કરતા તેઓએ આ મહિલાના શરીરમાંથી આશરે નવ કિલોની ગર્ભાશયમાં રહેલી ગાંઠને ખુબ જ નિપુણતાથી બહાર કાઢી અને તે મહિલા દર્દીને પોતાની પીડાથી રાહત આપી અને એક નવું જ જીવનદાન આપ્યું છે. સ્ત્રીરોગ વિભાગમાં આ એક ખૂબ જ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ મહિલાના ગર્ભાશયમાં રહેલ ૯ કિલો જેવી ગાંઠ હોય જે મહિલા દર્દી પોતાની પીડાથી ત્રસ્ત હતી. નાણાંનાં અભાવે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી ન હતી. આ મહિલાનો પેટનો દુખાવો સહન ન થતા વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...