આવેદનપત્ર:કોમ્પ્યુટર ઓપરેટર મંડળની સરકારી કર્મચારીનો દરજ્જો આપવા રજૂઆત

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશન પ્રથા બંધ કરી ફિકસ વેતનથી નિમણૂંક આપવા માંગણી સાથે આવેદન આપ્યું

તાપી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ઇ - ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમણૂંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા તેમજ મુખ્યમંત્રી સાથે અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં માંગણીઓ બાબત પર લેવાયેલ નિર્ણયનો અમલ કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી.

રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ મંત્રીને લેખિત રજૂઆત મુજબ 2016 થી કરવામાં આવેલ છે . તેમજ નવા મુખ્ય મંત્રી અને પંચાયત મંત્રી બનતા તેમને પણ રજૂઆત કરતા 21.10.21 ના રોજથી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ જેથી પંચાયત મંત્રી દ્વારા તા. 20.10.21ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ ત્યાર બાદ તા 27.10.21 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર ધોરણની માંગણીનુ નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાહેધરી આપેલ હતી.

પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇ - ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ નિલકંઠ માતર દ્વારા પ્રાઇવેટીકરણ ( b2c ) ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઇ નિર્ણયના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે.

મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માંગણી સ્વીકારી નિરાકરણ કરવાની બાહેધરી આપતા આશ્વાસન આપેલ તે આશ્વાસન ખરેખર ખોટુ આપવામાં આવેલ તેવુ ફલિત થાય છે. અને ખોટી હૈયાધારણા આપેલ હોય તેમ લાગે છે. ઇ ગ્રામ વીસીઈને 1 રૂપિયા પગાર આપવામાં આવતો નથી. અન્ય 05 માગ તાપી વીસીઈ મંડળ દ્વારા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...