અચોક્કસ મુદત હડતાલ:તાપીની 40 ક્વોરીમાં હડતાળ, 15 હજાર લોકોની રોજગારીને અસર

વ્યારા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં રોજનું 50 હજાર મેટ્રિક ટન ખનીજ ઉત્પાદન 9 દિવસથી બંધ થયું - Divya Bhaskar
જિલ્લામાં રોજનું 50 હજાર મેટ્રિક ટન ખનીજ ઉત્પાદન 9 દિવસથી બંધ થયું
  • રોજની રોયલ્ટીની આવક બંધ, અંદાજીત 2.25 કરોડની આવકમાં ઘટાડો

તાજેતરમાં છેલ્લા નવ દિવસથી ગુજરાતભરના ક્વોરી સંચાલકોની માંગણીઓ નહી સંતોષાતા અચોક્કસ મુદત હડતાલ પર ઉતરી ગયા છે. જિલ્લાની 40 જેટલી કવોરીઓ બંધ થઈ જતા, તેની સાથે સંકળાયેલા 15,000 લોકોની રોજીરોટી પર વ્યાપક અસર થઇ છે. જિલ્લામાં ખાનગી અને સરકારી બાંધકામો કપચી, ગ્રીટ, મેટલ જેવી પ્રોડક્ટ મળતી બંધ થતા, કામગીરીને પણ અસર થઈ છે.

કવોરીઓ બંધ થતાં સરકારને પણ લાખો રૂપિયાની રોયલ્ટી આવક બંધ રહેતા સરકારી તિજોરીને નુકસાન પણ નુકશાન થઈ રહ્યું છે. ગુજરાત કવોરી એસોસિએશન છેલ્લા નવ દિવસથી 17 જેટલા મુદ્દાઓની માંગો લઈને હડતાલ પર ઉતરી ગયા છે. જેની સાથે તાપી જિલ્લાની સોનગઢ, વ્યારા, વાલોડ અને ડોલવણની અંદાજિત 40 જેટલી કવોરી ઉદ્યોગ પણ હડતાલમાં જોડાઇ જતાં નવ દિવસથી બંધ હાલતમાં છે.

તાપી જિલ્લાના અત્યંત મહત્વના ગણાતા કવોરી ઉધોગ બન્ધ રહેતા, કામ કરતા 15હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આર્થિક અસર થઈ છે. સરકારની રોયલ્ટી આવક બન્ધ થઈ છે. તેની સાથે કવોરી પર માલ લઈ જતી ટ્રકોના પૈડાં થંભી જતાં ટ્રક માલિકો મજૂરો, ડ્રાઇવર, ઓપરેટર પ્લાન્ટમાં કામ કરતા મજૂરોને સૌથી ખરાબ સ્થિતિ થઈ છે.

ખનીજ માટે એક ટનના 50 રૂપિયા પ્રમાણે સરકારની આવક બંધ
વ્યારા, વાલોડ, સોનગઢ,ડોલવણમાં 40 ક્વોરી પર રોજનો 50,000 હજાર મેટ્રિક ટન ખનીજ કાઢવામાં આવતું હતું, જેમાં કપચી, ગ્રીડ, પથ્થર અને જીએસબી મુખ્ય છે. ખનીજ માટે એક ટનના 50 રૂપિયા પ્રમાણે અંદાજીત રોજની 25 લાખની રોયલ્ટી સરકારને મળતી હતી. જે બંધ થઈ હતી.

તાપી જિલ્લામાં 1000થી વધુ ટ્રકોના પૈંડાઓ થંભી ગયા
તાપી જિલ્લામાં ક્વોરી ઉદ્યોગ મહત્વનું સ્થાન ધરાવે છે. તાપી જિલ્લામાં 1 હજારથી વધુ લોકો ખનિજોના હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે. હાલ કવોરી ઉદ્યોગ બંધ રહેતા 1 હજારથી વધુ ટ્રકોના પૈડાં થંભી જતા ટ્રક ચાલક ડ્રાઈવર ક્લિનર તમામની હાલત કફોડી બની છે.

સરકારને પણ થઇ રહ્યું છે નુકસાન, આવક બંધ થઇ
તાપીમાં કવોરી સંચાલકોની હડતાલને લઇ સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. તાપીની કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ રોજની 25 લાખ રૂપિયાની રોયલ્ટી આવક બંધ થઈ છે. અંદાજીત 2.25 કરોડની સરકારની આવકમાં ઘટાડો થયો છે.

ક્વોરી સંચાલકોની મુખ્ય માગો
કવોરી સંચાલકો પોતાની માગને લઇ 2008થી સરકાર સામે લડત લડી રહ્યાં છે, પરંતુ દર વખતે સંચાલકોને લોલીપોપ અપાય છે. ક્વોરી માલિકોની 17 માગો છે, પૈકીની 8 મુખ્ય છે, જેમાં ખાડાની માપણીની બાબત, માલિકીની જમીનમાં ક્વોરી લીઝ હરાજી વગર આપવા બાબત, ક્વોરી ઝોન ડીકલેર કરવા તેમજ ખનીજ 350 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા કરવા મુખ્ય છે. ક્વોરી સંચાલકો આ વખતે લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી માગો પૂરી ન થાય ત્યાં સુધી કવોરી બંધ રાખવા પર અડીખમ છે.

નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન
ગુજરાત ક્વોરી એસો.ના 17 મુદાના નિરાકરણ તાત્કાલિક સરકાર લાવે એ જરૂરી છે. નિરાકરણ નહી આવે ત્યાં સુધી તાપી જિલ્લો ગુજરાત એસોસિએશન સાથે આંદોલનમાં જોડાઈ રહેશે.> રમેશ ફળદુ, તાપી જિલ્લા કવોરી એસો.પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...