ધરપકડ:બાજીપુરાથી સ્ટેટ સેલે દારૂ પકડ્યો, 1ની ધરપકડ, 5 વોન્ટેડ

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાપુરથી સુરત જિલ્લા તરફ લઈ જવાતો બે લાખનો દારૂ પકડાયો

વાલોડ તાલુકાના બાજીપુરા ગામેથી નવાપુરથી સુરત જિલ્લામાં સપ્લાય થતા દારૂ કારમાં લઈ જવાતો હતો. ત્યારે વાહનોની આડસ કરી અટકાવવાનો પ્રયત્ન કરતા કારચાલકેે અકસ્માત કરી ભાગવા જતા આરોપીને ઝડપી પાડ્યો અને એક ફરાર થયો તેના સહિત પાંચ આરોપી વોન્ટેડ જાહેર કરાયા હતા.બાતમી મળેલ હતી કે ગોરખ ઉર્ફે પીન્ટુ બડોગે તથા વિશ્વાસ બડોગે કારમાં દારૂ સુરત લઈ જનાર છે. આથી સુમુલ ડેરી ચાર રસ્તા આગળ વોચમાં હતા. ત્યારે સ્ટેટ સેલે કાર રોકવાની કોશિશ કરતા રોકાયેલ નહીં.

બીજી ટીમ બાજીપુરા ઉભી હોય આડાશ ઊભી કરી ટ્રાફિક કરતા ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. આ સમયે બે ઇસમો ભાગવાનો પ્રયત્ન કરતા એકને ઝડપી પાડેલો. કાર નંબર GJ 05 J H 7497 હતો, જે ગાડીમાં તપાસ કરતા દારૂ મળ્યો હતો.પકડાયેલાની પૂછપરછ કરતાં નામ ઇમરાન ઉર્ફે બલ્લી હોવાનું જણાવેલ. કારમાંથી 1616 બોટલો કિં.₹ 2,09,290 તથા રોકડા 470 તથા મોબાઈલ નંગ બે જેની કિંમત 5500 તથા કાર રૂ. 5,00,000/- મળી રૂ. ₹ 7,15,260 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...