રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના દીકરા-દીકરીઓમાં સ્પોર્ટ્સનો જુવાળ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે, ભારતના ખેલકૂદનો આ સૂવર્ણકાળ ચાલી રહ્યો છે. રાજ્યભરમાં મોટા પાયે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાઈ રહ્યું છે, જેની ભેટ તાપી જિલ્લાના રમતવીરોને મળવા જઈ રહી છે.
તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે વ્યારા સ્થિત કાનપુરા ખાતે નિર્માણાધિન રમત સંકુલની મુલાકાત લીધી હતી. અંદાજિત 29 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં તાપી જિલ્લા સહિત સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના પ્રતિભાશાળી રમતવીરોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે.
ગૃહ રાજ્ય અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસન્નતાની લાગણી અનુભવતા જણાવ્યું કે,તાપી જીલ્લાના યુવાન ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે, ખેલાડીઓની ટ્રેંનિગ માટે અત્યાધુનિક સંકુલની તૈયારી ચાલી રહી છે, તેમા પણ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ તથા જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓને જે સુચનો મળે એ સુચનોને સકારાત્મક રીતે અમલ કરીને આ પ્રોજેક્ટને ઝડપી પુર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વ્યારા સરકારી લાઈબ્રેરીની મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન સંઘવીએ વ્યારા સ્થિત સરકારી લાયબ્રેરી વ્યારાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રી હર્ષભાઈ સંઘવીએ લાઇબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થીઓ સાથે વર્તાલાપ કર્યો હતો. લાયબ્રેરીમાં આપવામા આવતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી,
જેમા હજુ વધારે સારી સુવિધાઓ થઈ શકે તે માટેનું સુચન વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યું હતુ. વિભાગ દ્વારા આ સુચનોને આવનારા દિવસોમાં ઝડપથી કેવી રીતે અમલમાં લાવી શકાય તે વિશે વિગતે ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ સાથે વિદ્યાર્થીઓ આવનારી પરિક્ષાઓમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યાં જિલ્લાના યુવાધનને સ્પોર્ટ્સ અને શિક્ષણને એક સિક્કાના બે પાસા ગણાવતા, બન્ને વિષયોને સરખું પ્રાધાન્ય આપવા સમજણ પુરી પાડી પ્રોત્સાહિત કાર્ય હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.