વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ઘરના મોભીએ પત્ની, દીકરો અને વહુને વાંસનાં ડંડા વડે માર માર્યો હતો. જેમાં ઘવાયેલા દીકરા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ખખડિયા ફળિયામાં રહેતા અયુબ નટુભાઇ ગામીત (ઉ.વ.27) ગતરોજ વ્યારામાં કામ અર્થે ગયા હતાં, સાંજના સાતેક વાગે પરત ઘરે આવ્યા ત્યારે તેના પિતા નટુભાઇ ગામીતે તેની માતા વિનતાબેનને ગાળો આપી ઝગડો કરતા હોય જેથી દીકરાએ પિતા ને સમજાવ્યાં હતાં.
ત્યારબાદ બધા જમી પરવારીને રૂમમાં સુવા જતાં રહ્યાં હતાં,આશરે સાડા નવેક વાગે ફરી તેનાં પિતા નટુભાઇએ માતા વનિતાબેનને ગાળો બોલી ઝગડો કરતા હોય તેનો દીકરો અયુબ અને વહુ લુધીયાબેન પિતા નટુભાઇને સમજાવવા જતા માતાને તેનાં પિતા હાથ તથા લાત વડે મારતા હોય અયુબે, કેમ મમ્મીને મારો છો કહી પિતાને સમજાવતા હતા, ત્યારે પિતા અચાનક ઘરમાંથી બહાર જઇ વાંસનો ડંડો લઇ આવી દીકરાનાં માથાના ભાગે સપાટો મારી દીધો હતો, તેને માથામાંથી લોહી નિકળવા લાગ્યુ હતું.
તેની પત્ની લુધીયાબેનને પણ પિતાએ વાંસના ડંડા વડે માથાના ભાગે સપાટો મારી દેતા તેને પણ માથામાંથી લોહી નિકળવા લાગ્યુ હતું. જેથી ફળિયામાં રહેતા લોકોએ 108 બોલાવી બંને હોસ્પિટલ ખસેડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.