અવિરત મેઘ મહેર:સુરત-તાપી જિલ્લામાં નાના ડેમ છલકાયા, તો કોઝવે પાણીમાં ગરક થતાં અવરજવર બંધ

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોડઘા ડેમ છલકાયો - Divya Bhaskar
ગોડઘા ડેમ છલકાયો

દક્ષિણ ગુજરાતમાં ગત અઠવાડિયાથી શરૂ થયેલો વરસાદ યથાવત રહેતા સુરત-તાપી જિલ્લાના નાનાડેમ છલકાયા છે તો કોઝ વે પાણીમાં ગરક થતાં તંત્રે તકેદારી રાખી અવરજવર બંધ કરાવી હતી. તો કેલીક જગ્યાએ લો લેવલ બ્રિજ પર પોલીસ મૂકી વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતો. માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમના 8 દરવાજા પૈકી 6 દરવાજા વર્ષો બાદ જુલાઇ માસમાં ખોલી દેવામાં આવ્યા છે.

ગોડઘા ડેમ છલકાયો, જગતનો તાત મલકાયો
માંડવી તાલુકાના વિવિધ સિંચાઇ યોજનાઓમાં મહત્વની ગોડધા સિંચાઈ યોજના અંતર્ગત ગોડધા ડેમ સિઝનમાં પ્રથમ વાર છલકાતા ભૂમિપુત્રો ખુશ થયા હતા, જ્યારે બીજી બાજુ છલકાયેલા ગોડધા ડેમનું સૌંદર્ય જોવા માટે સ્થાનિક રહીશો થી લઈ આજુબાજુના લોકો ઉમટી પડ્યા હતા.

પહેલીવાર જુલાઈમાં આમલી ડેમમાં પાણીની આવક વધતાં 8 પૈકી 6 દરવાજા ખુલ્લા મુક્યા
માંડવીના આમલી ડેમ વર્ષો બાદ પ્રથમવાર જુલાઈમાં 6 દરવાજા ખોલવા પડ્યા છે. ડેમની ઉંચાઈ 115.80 મીટર છે. ગયા વર્ષે આ તારીખે 105.5 મીટર પાણીનો સંગ્રહ હતો. આ વર્ષે 111.40 મીટર પર પહોચી છે. બપોરથી 4687 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતા 8 માંથી 6 દરવાજા ખોલ્યા હતાં. 113 મીટર રૂલ લેવલ ધરાવતો ડેમ 111 મીટરનું લેવલ ઓળંગતાં તંત્ર એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારના 23થી વધુ ગામોને એલર્ટ કર્યા હતા.

સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો
​​​​​​​ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ના પગલે સોનગઢનો ડોસવાડા ડેમ સોમવારે સાંજે છલકાયો હતો.ડેમની ઉપરથી લગભગ અઢી ફૂટ ઉપરથી પાણી વહેતાં જોવા મળ્યા હતાં. ડેમની પૂર્ણ સપાટી 405 ફૂટ ગણાય છે એના પ્રમાણમાં સોમવારે સાંજે ડેમ 407.45 ફૂટ પર છલકાતો હતો.ડેમની ઉપરથી 8326 ક્યુસેક પાણી જઈ રહ્યું હતું.

હરિપુરા કોઝવે બંધ કરાયો
હરિપુરા કોઝવે બંધ કરાયો

કડોદ: ઉપરવાસમાં પડતા અવિરત વરસાદને કારણે પાણીનો આવરો થતા બારડોલી તાલુકાના હરિપુરા તાપી નદી પરનાલ કોઝવેની લગોલગ પાણી વહેતુ થતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે અવર જવર બંધ કરી છે.

દેવગઢ લુહાર વચ્ચે વરેહ નદીનો કોઝવે ડૂબ્યો
દેવગઢ લુહાર વચ્ચે વરેહ નદીનો કોઝવે ડૂબ્યો

માંડવી તાલુકાના દેવગઢ ગામથી લુહાર વડ જતા માર્ગ પર વરેહ નદી પરનો કોઝવે પાણીમાં ગરક થયો હતો, જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ અંગે જિ. પં. સભ્ય અનિલ ચૌધરીએ રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...