ટ્રાફિક સમસ્યા:વ્યારામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પાલિકાનો રેસા લાઈનના અમલ માટે ઠરાવ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેસા લાઈન પદ્ધતિનો ટ્રાયલ બેઝ પર નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ કરશે
  • રેસા લાઈન નક્કી થતાં બાંધકામ કરી શકાતું નથી, જેથી દબાણ થયા હોય, તો અમલ કરી દબાણ હટાવી શકાય

વ્યારા નગરમાં વિવિધ રસ્તાઓ પર વધતા દબાણ અને પાર્કિંગ સહિત વાહન ચાલકોની સમસ્યાઓમાં વધારો થતા નગરપાલિકા દ્વારા વ્યારા પાલિકા વિસ્તારમાં રેસા લાઇનનો અમલ કરવા ઠરાવ નક્કી કરાયો હતો. ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા રેસા લાઈનનો ટ્રાયલ બેઝ પર પાયલેટ પ્રોજેક્ટ વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડ થી લઈ કબુતર ખાના સુધી કરવાનું આયોજન કર્યું હતું.

વ્યારા નગરમાં આ રેસાલાઈનમાં આવતા દબાણ ધારકોનાં કારણે વ્યારા નગરનાં મુખ્ય માર્ગો પરનો ટ્રાફિક અને દબાણો ખુદ વહિવટકર્તાઓ માટે હવે માથાનો દુખાવો બની ગયા છે. અગાઉ વ્યારા નગરમાં નકશા ઉપર એક રેસા લાઈન નો આયોજન કરાયું હતું જેને લઈને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે નગરપાલિકા દ્વારા રેસા લાઈન આયોજન કર્યું હતું. રેસા લાઈનનો કામગીરી કરે તો નગરમાં રસ્તાઓ તેમજ દબાણો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે એ રીતે આયોજન કરાયું હોય છે.

વ્યારા નગરપાલિકાના અગાઉના શાસન માં રેસા લાઈનો પર કોઈ કામો ન થતા માત્ર તેના વારંવાર ઠરાવો જ કરાવી કામગીરી પૂર્ણ કરી દેવાય છે. ત્યારે હાલના નગરપાલિકા દ્વારા રેસા લાઈનનો અમલ કરવા માટે ફરી સક્રિય થઈ ગયા છે. વ્યારા નગરમાં દબાણ ધારકો સામે રેસાલાઇનનો અમલ ન થતા આજે સોનાની લગડી સમાન કહેવાતી આ જગ્યા પર કોઇ પણ સરકારી પરમિશન વિના રેસીડેન્સીયલ વિસ્તાર કોમર્સિયલમાં ફેરવાઈ ગયો છે. વ્યારા નગરપાલિકાની ગત 31 મી જાન્યુઆરીના રોજ પાલિકાના પ્રમુખ સેજલબેન રાણા ના અધ્યક્ષ સ્થાનમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ માટે ઠરાવ કરાયો હતો જેમાં રેસા લાઈન નો અમલ કરવા માટેનો પણ ઠરાવ કરાયો હતો.

રેસા લાઇન પદ્ધતિનો અમલ તબક્કાવાર કરવામાં આવશે
વ્યારા નગરપાલિકા દ્વારા ટ્રાફિક સહિત વ્યારા નગરના આવનારા વિકાસ અને વિસ્તારને ધ્યાનમાં લઈને ટ્રાયલ બેઝ પર ઉપર વ્યારા નગરના વિસ્તારો પર રેસા લાઈનની પદ્ધતિ અમલમાં લેવાશે. રેસા લાઇન પદ્ધતિનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. જેમાં જુના બસ સ્ટેન્ડ વચ્ચેના માર્ગ સુધી તેમજ વચ્ચેના રોડથી કબૂતરખાના સુધી તેમજ સુરતી બજાર કાપડ બજાર સહિત વિસ્તારોમાં ટ્રાયલ બેઝ પર કામગીરી કરાશે. કુલીનભાઈ પ્રધાન, કારોબારી અધ્યક્ષ નગરપાલિકા વ્યારા

અન્ય સમાચારો પણ છે...