• Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • Resolution In Raniamba Group Gram Panchayat Regarding Stopping The Liquor Business, It Was Announced To Take Concrete Steps To Eradicate Liquor Business.

દારૂના વેપલા સામે ગ્રામજનોનો હલ્લાબોલ:દારૂનો ધંધો બંધ કરવા મામલે રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતમાં ઠરાવ, દારૂની બદી નાબૂદ કરવા નક્કર પગલા લેવા જાહેરાત કરાઈ

તાપી (વ્યારા)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ગામમાં દારૂના દુષણને નાથવા માટે જૂથ ગ્રામ પંચાયત દ્વારા વિધિવત ઠરાવ કરાયો

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી મજાક સમાન બની છે, ત્યારે વ્યારાના 7 ગામોએ દેશી દારૂના ધમધોકાર વેપલાને કારણે યુવકો નશા તરફ વળી રહ્યા હોવાથી દારૂડિયાના ત્રાસ તેમજ શેરીએ ગલીએ પાણીના પાણીની જેમ વેચાતા દારૂના ધિકતા ધંધાને બંધ કરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગામમાં અસરકારક દારૂબંધી અમલમાં મૂકવા નક્કી કર્યું છે. આ મામલે સરપંચે પોલીસને રજુઆત કરી ગામમાં દારૂનો ધંધો બંધ કરવા માટે કડક કાર્યવાહી કરવાની રજુઆત પણ કરી છે.

દારૂના ખુલ્લેઆમ વેપલા મામલે ગામનાં લોકોએ બંડ પોકાર્યુ
વ્યારા તાલુકાના રાણીઆંબા, ચિચબરડી, વડપાડા, નાના સાતસિલા, છેવડી, બિરબરા અને ઢોંગીઆંબા ગામે દેશી દારૂના ખુલ્લેઆમ વેપલા મામલે ગામનાં લોકોએ બંડ પોકાર્યુ છે અને ગામના લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ સરપંચને દારૂબંધી વિશે રજુઆત કરી હતી. નાના એવા 7 ગામમાં દારૂના દુષણને નાથવા માટે જૂથ ગ્રામ પંચાયત દ્વારા વિધિવત ઠરાવ કરી દારૂની બદી નાબૂદ કરવા નક્કર અને કડક પગલા લેવા જાહેરાત કરતા 7 ગામોમાં સ્વયંભૂ દારૂની બદી નાબૂદ કરવાની પહેલ કરનાર જિલ્લાનું પહેલું ગામ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...