ઉગ્ર રજૂઆત:વ્યારા શ્રદ્ધા રેસીડેન્સીના રહીશોનો પાલિકા પર ગટરના પાણી મુદ્દે હલ્લો

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરપાલિકામાં રહેશો દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી - Divya Bhaskar
વ્યારા નગરપાલિકામાં રહેશો દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી
  • ત્રણ વર્ષથી રજૂઆત કરતા સોસાયટીના રહીશો દ્વારા પાલિકાના હોદ્દેદારો વિરુદ્ધ નારે બાજી

વ્યારા નગર પાલિકા દ્વારા સાફસફાઈ અને પાણીના મુદ્દે સેવા આપવામાં કેટલાક વિસ્તારમાં નિષ્ફળ નીવડી છે. વ્યારા નજીક આવેલી શ્રદ્ધા રેસીડેન્સીમાં ગટરના પાણી નિકાલના અભાવે સ્થાનિકો માટે મુશ્કેલ બનતાં ભારે રોષ વ્યાપી જતાં આજરોજ શ્રદ્ધા રેસીડેન્સીના લોકો વ્યારા પાલિકા માં આવી ઉગ્ર રજૂઆત કરી હતી. ​​​​​​વ્યારા નગરપાલિકા દ્વારા કેટલીક વાર વહાલા- દવલાની નીતિ અપનાવી દેતા મુશ્કેલીઓ ઉભી કરી દેતા હોય છે.

શ્રદ્ધા રેસીડેન્સીમાં ગત ત્રણ વર્ષ પહેલાં સાફ-સફાઈ અને ગંદકી બાબતે વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં ઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા કચરો લઈ ગઈ નગરપા િકાની વિવિધ ઓફિસમાં નાખી વિરોધ કરી રજૂઆત કરી હતી, જે ઘટના બાદ ફરી શ્રદ્ધા રેસીડેન્સી દ્વારા ગટરના ઉભરાતા પાણી અંગે વારંવાર વ્યારા નગરપાલ િકામાં રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા કામ ચલાવ પાણીનો નિકાલ કરી યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિકો દ્વારા વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગંદુ પાણી હાઇવેના માર્ગ પર આવી જતા વાહનચાલકો માટે પણ મુસીબત ભર્યું બની જાય છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોના નિરાકરણ આવતું નથી અને ગટરનું ગંદુ પાણી સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા શ્રદ્ધા રેસીડેન્સી માંગણી બાબતે યોગ્ય નિરાકરણ કરી તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જયેશભાઈ વસાવાની આગેવાનીમાં સ્થાનિકો પાલિકા આવી ગયા હતા કચેરી ખાતે જઈ હોદ્દેદારોને ઓફિસે બોલાવ્યા હતા.

પાલિકામાં વારંવાર રજૂઆત કરી
વ્યારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં શ્રદ્ધા રેસીડેન્સી બાબતે કાર્યવાહી કરી નથી. આ બાબતે નગરપાલિકા દ્વારા યોગ્ય નિરાકરણ લાવે એક જ ખૂબ જ જરૂરી છે.> જયેશ વસાવા, સ્થાનિક રહીશ

નિરાકરણ આવે તેવી કામગીરી કરી નથી
વ્યારા નગરપાલિકામાં વારંવાર અમારી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેઓ અમારી મુશ્કેલીમાં કાયમી નિરાકરણ આવે એવી કોઈ કામગીરી કરી રહ્યા નથી. > દક્ષાબેન ઢોડીયા, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...