પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની અસર:તાપી RTOમાં વૈકલ્પિક ઇંધણ વાળા વાહનોનું રજીસ્ટ્રેશન વધ્યું

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 મહિનામાં જ 400 જેટલા CNG અને ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા ઇધનના ભાવોમાં વધારો આવ્યો છે. જેને લઇને પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ જતા વાહનચાલકોની હાલત કફોડી બની ગઇ હતી. જેના કારણે તાપી જિલ્લામાં સીએનજી અને ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં વધારો નોંધાયો છે.

વર્ષ 2022ના 5 મહિનામાં 6030 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાં દર 15 વાહનોમાંથી એક સીએનજી અથવા ઇલેક્ટ્રિક વાહન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. 1લી જાન્યુઆરીથી 31 મે સુધીમાં 80 જેટલા ઈલેક્ટ્રીક અને 318 જેટલા સીએનજી વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. તાપી જિલ્લામાં પણ પેટ્રોલ ડિઝલનો ભાવ વધારાને કારણે વૈકલ્પિક ઇંધણ વાળા વાહનો તરફ વળી રહ્યા છે.

હાલ મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધી રહેલા વધારાને કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાન વધી રહ્યું છે. જેના વિકલ્પો માટે વાહન ચાલકો ઈલેક્ટ્રીક અને સીએનજીથી ચાલતા વાહનો તરફ આકર્ષાઈ રહ્યા છે. તાપી જિલ્લાની વાત કરીએ તો, આ વર્ષે થી ઈલેક્ટ્રીક અને સીએનજી વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓટોમોબાઇલ કંપનીઓ ઈલેક્ટ્રીક અને સીએનજી માટેના નવા નવા વાહનો બહાર પાડી રહેતા વાહનચાલકોને પણ વિકલ્પ મળી રહ્યો છે.

તાપી જિલ્લામાં RTOમાં અત્યાર સુધીમાં 1.41 લાખથી વધુ વાહનો રજીસ્ટ્રેશન થયા છે. હાલ જિલ્લામાં વર્ષ 2022થી ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે, અત્યાર સુધીમાં એક પણ ઈલેક્ટ્રીક ફોરવીલ ગાડી આરટીઓમા નોંધાઈ નથી. માત્ર મોટરસાયકલની સંખ્યામાં વધારો નોંધાયો છે.

છેલ્લા પાંચ મહિનામાં ઇલેક્ટ્રિક અને CNG વાહનોની થયેલી નોંધણી

મહિનોઇલેક્ટ્રિકCNG
જાન્યુઆરી1052
ફેબ્રઆરી974
માર્ચ1771
એપ્રિલ2670
મે1851
કુલ80318

5 મહિનામાં રજીસ્ટ્રેશન થયેલ વાહનોના પ્રકાર

મહિનોઇલેક્ટ્રિકCNG
બાઈક790
કાર0278
રીક્ષા13
ગુડ વ્હિક્લ037

​​​​​​છેલ્લા પાંચ મહિનામાં નોંધાયેલા કુલ વાહનો

જાન્યુઆરી1227
ફેબ્રઆરી1126
માર્ચ1328
એપ્રિલ1300
મે1049
કુલ6030
અન્ય સમાચારો પણ છે...